ગુજરાતમાં 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થયાના અહેવાલોને ગુજરાત પોલીસે પાયાવિહોણા ગણાવ્યા છે. ગુજરાત પોલીસે ગુમ મહિલાઓ અંગેના અહેવાલોનું ખંડન કર્યું છે. ગુજરાત પોલીસે ટ્વિટર પર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ મુદ્દે સ્પષ્ટતા કરી છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે NCRBના આંકડાઓને આધારે ગુમ થયેલી મહિલાઓ અંગેના અહેવાલોમાં જે માહિતીઓ રજૂ કરવામાં આવી છે તે અધૂરી છે અને ગેરમાર્ગે દોરનારી છે.
ગુજરાત પોલીસે જણાવ્યું કે ગુમ થયેલી 41,621 મહિલાઓ પૈકી 39,497 મહિલાઓ પરત આવી છે. મતલબ કે કુલ પૈકી 94.90 ટકા મહિલાઓ પરત મળી આવેલ છે અને હાલ તે તેમના પરિવાર સાથે છે.
NCRBના પોર્ટલ પર જ ગુમ થયેલી મહિલાઓ અને પરત મળી આવેલી મહિલાઓ એમ બંનેનો ડેટા ઉપલબ્ધ છે. જેની ખરાઈ NCRBના પોર્ટલ પરથી પણ કરી શકાય છે. મહત્વનું છે કે NCRBના ડેટાને ટાંકીને ગુજરાતમાં ગુમ થયેલી મહિલાઓ અંગે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં વર્ષ 2016થી 2020 એમ 5 વર્ષ દરમિયાન કુલ 41,621 મહિલાઓ ગુમ થઈ ગઈ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…