Gujarati Video: ગુજરાત હાઈકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટ નિમવા રાજ્યના ચીફ સેક્રેટરીને કર્યો આદેશ, તાત્કાલિક કામગીરી કરવા તાકીદ

|

Feb 09, 2023 | 10:01 PM

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટ નિમવા અંગે રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે. ઈ-ટ્રાફિક કોર્ટ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા પણ આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ઇ-ટ્રાફિક કોર્ટને લઈને મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે ઈ-ટ્રાફિક કોર્ટ નિમવા રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે. ઈ-કોર્ટ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા પણ હાઇકોર્ટનો આદેશ છે. હાલની ઈ-ચલણની પ્રક્રિયાનો તાત્કાલિક અમલ ન થતો હોવાનો અરજદારનો આક્ષેપ છે. અરજદાર મુજબ ઈ-ચલણનો તાત્કાલિક અમલ ન થવાથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આ સાથે અરજદારે દેશમાં 17 રાજ્યોમાં ઇ-કોર્ટની સ્થાપના થઈ હોવાની માહિતી હાઇકોર્ટમાં રજૂ કરી છે.

પોલીસબેડામાં ખાલી જગ્યાને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

આ તરફ પોલીસને લગતી બાબતો મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવેલી સુઓમોટો અરજીની સુનાવણી કરતા પોલીસ કમિશન, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે ટકોર કરી છે. આ મુદ્દે રાજય સરકારે કોર્ટમાં જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટ નારાજ છે.

આ પણ વાંચો: Gujarati Video : ગુજરાત હાઇકોર્ટે AMC ને સાબરમતી આશ્રમ રી-ડેવલોપમેન્ટનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો

પોલીસના કામના કલાકો, ભરતી સહિતના મુદ્દાઓ પર હાઇકોર્ટએ સુઓમોટો લીધો છે. રાજ્ય સરકારે 2017માં કુલ 28 હજાર 580 જગ્યાઓ ખાલી હોવાની માહિતી આપી હતી. હાલની સ્થિતિએ જગ્યાને લઈને યોગ્ય માહિતી સાથે સોગંદનામુ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ મુદ્દે 7 માર્ચે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

Next Video