Gujarati Video : ગુજરાત હાઇકોર્ટે AMC ને સાબરમતી આશ્રમ રી-ડેવલોપમેન્ટનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો

Gujarati Video : ગુજરાત હાઇકોર્ટે AMC ને સાબરમતી આશ્રમ રી-ડેવલોપમેન્ટનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 11:03 PM

અમદાવાદના સાબરમતી આશ્રમ રી ડેવલોપમેન્ટ પ્રોજેકટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે એએમસીને નિર્દેશ આપ્યો છે. જેમાં આશ્રમના રી ડેવલોપમેન્ટનો વિગતવાર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારે આપેલા બાંહેધરી મુજબનો કામગીરી રિપોર્ટ સોપો.

અમદાવાદના સાબરમતી આશ્રમ રી ડેવલોપમેન્ટ પ્રોજેકટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે એએમસીને નિર્દેશ આપ્યો છે. જેમાં આશ્રમના રી ડેવલોપમેન્ટનો વિગતવાર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારે આપેલા બાંહેધરી મુજબનો કામગીરી રિપોર્ટ સોપો. તેમજ રી ડેવલોપમેન્ટની કામગીરીથી અરજદાર વાકેફ હોય તેવી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં 10 માર્ચે AMC કામગીરી રિપોર્ટ કોર્ટને સોંપશે. ઉલ્લેખનીય છે કે સાબરમતી આશ્રમના રી ડેવલોપમેન્ટ પર હાઇકોર્ટે મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી મહાત્મા ગાંધીજીએ સન 1930માં દાંડીકુચનો પ્રારંભ કર્યો હતો. આ ગાંધી આશ્રમના સંકુલનું આધુનિકીકરણ કરાય રહયું છે. આશરે 55 એકર વિસ્તારમાં વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવવામાં આવશે. જેમાં અંદાજે 1200 કરોડનો ખર્ચ નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટનું કામ કાશી વિશ્વનાથનું નવસર્જન કરનાર બિમલ પટેલને આપવામાં આવ્યું છે. સાથે સાથે આસપાસના વિસ્તાર સાયલન્ટ ઝોન બનાવવામાં આવશે. આશ્રમ મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે ગાંધી આશ્રમની આસપાસ ફાઇવ સ્ટાર હોટલ કે કોઇ પણ બાંધકામને મંજુરી આપવામાં આવશે નહિ. આશ્રમના રીડેવલોપમેન્ટ માટે જગ્યા વધારે જરૂર હોવાથી આશ્રમની બાજુમાં આવેલા મકાનોના માલિક સાથે બેઠક કરવામાં આવી રહી છે. આ મકાનોના બદલે તેમને આશ્રમની પાછળના ભાગે મકાનો આપવામાં આવશે તેવી બાંહેધરી અપાઇ રહી છે.

આશ્રમના આધુનિકીકરણ સંદર્ભમાં નવા ટીપી રસ્તા, ગટર લાઈન માટેના પ્લાન તૈયાર કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે વાડજ થી આરટીઓ સુધીનો રસ્તો પણ કાયમી માટે બંધ કરી નવા વૈકલ્પિક રસ્તાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચણાની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા 40 ટકા કરવા કેન્દ્ર સરકારને રજુઆત કરી

 

Published on: Feb 03, 2023 11:01 PM
g clip-path="url(#clip0_868_265)">