Gujarati Video : સુરત પાંડેસરા સ્થિત સિક્યુરિટી એજન્સી પર જીએસટીના દરોડા , 4.65 કરોડની કરચોરી ઝડપાઈ

| Edited By: | Updated on: Feb 15, 2023 | 11:29 AM

સિક્યુરિટી એજન્સીમા 4.65 કરોડની GST કરચોરી ઝડપાઈ હતી. મળતી માહિતી અનુસાર સિક્યુરિટી સંચાલક જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરાવાતો ન હતો.

સુરતના પાંડેસરાની સિક્યુરિટી એજન્સી પર જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. સિક્યુરિટી એજન્સીમા 4.65 કરોડની GST કરચોરી ઝડપાઈ હતી. મળતી માહિતી અનુસાર સિક્યુરિટી સંચાલક જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરાવાતો ન હતો. આ સાથે જ તેને GST રિટર્ન પણ ફાઇલ કર્યા ન હતા. સિક્યુરિટી ઓફિસમાં તપાસ કરતા અન્ય એજન્સીના પણ ડેટા મળી આવ્યા છે. અન્ય સિક્યુરિટી એજન્સીએ 83 લાખની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : Gujarati Video : જૂની જંત્રીના દરથી દસ્તાવેજ નોંધાવવા સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો, ટોકન પદ્ધતિથી થાય છે દસ્તાવેજ

આ અગાઉ પણ અમદાવાદ, વડોદરા અને સુરતની 20 પેઢીઓમાં સર્ચ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન 27 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ હતી. બાતમીને આધારે GST વિભાગે અમદાવાદની 4 પેઢીના 7 સ્થળે દરોડા પાડ્યાં હતા. તો સુરતમાં 11 પેઢીના 16 સ્થળે તપાસ હાથ ધરી હતી. જ્યારે વડોદરાની પાંચ પેઢીના પાંચ સ્થળે તપાસ કરવામા આવી હતી. તપાસ દરમિયાન 20 પેઢીની 27 કરોડની કરચોરી ઝડપાઇ હતી. એટલું જ નહીં બોગસ પેઢી બનાવી ખોટી રીતે વેરાશાખા લેવામાં આવી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો.