Gujarati Video : જન્મ દિવસે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું શક્તિ પ્રદર્શન, મંચ પરથી સી આર પાટીલે આપ્યા આ સંકેત

| Edited By: | Updated on: Jun 22, 2023 | 5:35 PM

નીતિન પટેલના જન્મદિવસ પર જાહેર મંચ પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) કેટલાક એવા સંકેત આપ્યા જેના કારણે રાજકીય ગલીઓમાં નવી ચર્ચાઓ થવા લાગી કે શું નીતિન પટેલને 2024માં ચૂંટણી મેદાને ઉતારવામાં આવશે ? શું નીતિન પટેલને કેન્દ્રમાં મોટી જવાબદારી મળવા જઈ રહી છે ?

Mehsana : રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin Patel) ભલે રાજ્યની રાજનીતિથી દૂર દેખાતા હોય પણ ટૂંક સમયમાં કેન્દ્રની ગાદી પર બિરાજમાન થાય તો નવાઈ નહીં. નીતિન પટેલના જન્મદિવસ પર જાહેર મંચ પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) કેટલાક એવા સંકેત આપ્યા જેના કારણે રાજકીય ગલીઓમાં નવી ચર્ચાઓ થવા લાગી કે શું નીતિન પટેલને 2024માં ચૂંટણી મેદાને ઉતારવામાં આવશે ? શું નીતિન પટેલને કેન્દ્રમાં મોટી જવાબદારી મળવા જઈ રહી છે ?

આ પણ વાંચો –બનાસડેરી દ્વારા અંબાજીના ગબ્બર ખાતે સીડ બોલનું વાવેતર

વાત એવી છે કે આજે નીતિન પટેલનો જન્મદિવસ છે અને તેની ઉજવણી મહેસાણામાં કરવામાં આવી. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત નેતાઓ જોડાયા હતા. એક બાદ એક નેતાઓ નીતિન પટેલને શુભકામના આપવા મંચ પરથી ભાષણ કરી રહ્યા હતા.

નીતિન પટેલના શિરે મોટી જવાબદારી આપવાના સંકેત

સી.આર. પાટીલે સ્ટેજ પરથી નીતિન પટેલના વખાણ તો કર્યા જ પણ સાથો સાથ રાજકીય ક્ષેત્રે પ્રગતી કરવાની પણ શુભેચ્છા આપી, તો સી.આર.પાટીલે નીતિન પટેલના હિન્દી શિખવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો. રાજકીય ક્ષેત્રે પ્રગતિની વાત, હિન્દી શીખવાની વાત હોય તેના પરથી સી.આર.પાટીલનો સંકેત લાગી રહ્યો છે કે 2024માં નીતિન પટેલના શિરે કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે.

વર્ષ 2022ની ચૂંટણી બાદ પ્રથમ વખત નીતિન પટેલના જન્મ દિવસે તમામ પાટીદાર પાવર એકમંચ પર જોવા મળ્યા. તેની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ જોવા મળ્યા. તેમના રજતતુલા, રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જો કે આ વચ્ચે સી આર  પાટીલે કહેલી વાતે સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે 68મો જન્મદિવસ છે પરંતુ 68માં વર્ષ સુધીમાં નીતિન પટેલ ડેપ્યુટી સીએમના પદ સુધી પહોંચ્યા છે. એટલે કે તેમની એક સફળ કારકિર્દી રહી છે. સૂચક વાક્ય પણ બોલ્યા કે અહીંના લોકોની ભીડ જોઇને લાગે છે કે લોકો ઇચ્છે છે કે નીતિન પટેલ હજુ રાજકારણમાં સક્રિય રહે. જોકે આ અંગે જ્યારે નીતિન પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે કિનારો કરતા કહ્યું કે સી આર પાટીલ કયા ઉદ્દેશ્યથી બોલ્યા છે તેનો ખ્યાલ મને નથી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 22, 2023 04:06 PM