Gujarati video : ગુજરાતના 24 મોટા મંદિરોમાં મહાસફાઈ અભિયાન, સી આર પાટીલે સુરતના અંબાજી મંદિરમાં કરી સફાઇ
Surat News : અખાત્રીજના દિવસે રાજયના 24 મોટા મંદિરોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. મુખ્યપ્રધાન અને મંત્રી મંડળના સભ્યો ઉપરાંત ભાજપના પદાધિકારીઓએ ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે.
આજે અક્ષય તૃતીયાનો શુભ પર્વ છે. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાની તિથિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા અખાત્રીજના દિવસે રાજયના 24 મોટા મંદિરોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. યાત્રાધામોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો-Mehsana : માતા અને બાળ મરણમાં ઘટાડો લાવવા જિલ્લા વહિવટી તંત્ર મેદાને, જાણો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બાલાજી મંદિરમાં સફાઈ કરી છે. તો સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતના અંબાજી મંદિરમાં સફાઈ કરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત મંદિરોમાં આજે સફાઈ હાથ ધરાશે. ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો આજે સફાઈ અભિયાનમાં જોડાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…