ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભ દેથરિયાનું ફોર્મ રદ થવું જોઇએ તેવી માગ સાથે હાઇકોર્ટની શરણે પહોંચ્યા છે.ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટંકારા બેઠક પરથી ચૂંટણી હારેલા લલિત કગથરાએ હાઇકોર્ટમાં અરજી કરી છે.કગથરાનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય દુર્લભ દેથરિયાએ ચૂંટણી ફોર્મમાં અધૂરી વિગતો દર્શાવી છે.
કગથરાનો આરોપ છે કે,સોશિયલ એકાઉન્ટ હોવાછતાં દુર્લભજીએ ચૂંટણી ફોર્મમાં વિગતો નથી દર્શાવી સાથે જ દેથરીયાએ શૈક્ષણિક લાયકાત પણ ખોટી દર્શાવી છે.પોતાની મિલ્કતો અને કંપનીમાં ભાગીદાર હોવાની વાતનો ઉલ્લેખ પણ ન કરાયો હોવાનો આરોપ છે. તેમજ જ ચૂંટણી ફોર્મમાં લોન અને દેણાનો ઉલ્લેખ નથી અને પોતાની ઇનોવા કારની પણ વિગતો ન દર્શાવ્યાનો દુર્લભજી પર આરોપ છે. TV9 સાથેની ખાસ વાતચીચમાં કગથરાએ હાઇકોર્ટ પર વિશ્વાસ હોવાની સાથે ન્યાય મળવાની વાત કરી છે.
ચૂંટણી પરિણામને પડકારતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આ વખતે ભાજપે 156 મેળવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા હતા. જો કે કારમી હાર મેળવેલા કેટલાક ઉમેદવારોએ હવે હાઈકોર્ટના શરણે ગયા છે. ટંકારા બેઠક પરથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, રાધનપુરથી હારી ગયેલા રઘુ દેસાઇએ ચૂંટણી પરિણામને પડકારતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. ન માત્ર કોંગ્રેસ પણ ભાજપના કેટલાક ઉમેદવારોએ પણ અરજી કરી છે. ડેડિયાપાડા બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર હિતેષ વસાવા અને અને વિસાવદર બેઠક પરથી હારેલા હર્ષદ રિબડીયાએ પણ પરિણામોને પડકાર્યા છે
આ પણ વાંચો : ગુજરાતી વીડિયો : અમદાવાદમાં ગેરકાયદે પ્રેકટિસ કરતા તબીબો પર તવાઈ, લાંભા-નારોલમાં બોગસ ક્લિનિક કરાયા સીલ