Gujarati Video : સુરતમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો, મરચાં અને ધાણાજીરુંમાં ભેળસેળ સામે આવી
સુરતના(Surat) કડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. કડોદરાના જે.ડી. ફૂડ એન્ડ એગ્રો.માં ફૂડ એન્ડ ડ્રગ્સે રેડ પાડી હતી. જેમાં મરચા, હળદર અને ધાણાજીરૂંમાં કલર અને ચોખાના પાઉડરની ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું હતુ. તપાસ દરમિયાન 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મસાલાના સેમ્પલને ગાંધીનગર મોકલાયા હતા.
સુરતના(Surat) કડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. કડોદરાના જે.ડી. ફૂડ એન્ડ એગ્રો.માં ફૂડ એન્ડ ડ્રગ્સે રેડ પાડી હતી. જેમાં મરચા, હળદર અને ધાણાજીરૂંમાં કલર અને ચોખાના પાઉડરની ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું હતુ. તપાસ દરમિયાન 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મસાલાના સેમ્પલને ગાંધીનગર મોકલાયા હતા. તપાસનો અંતિમ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજ્યમાં મહેસાણાના વિજાપુરમાં મરચાંમાંથતી ભેળસેળ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં મરચાને કલર કરવા સિંદૂરનો કલર વપરાતો હોવાનુ મુકેશ મહેશ્વરીએ કબૂલ્યુ છે.મહેસાણાના વિજાપુરમાંથી 3849 કિલો ભેળસેળયુક્ત મરચા મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મરચાને કલર કરવા સિંદુરનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ ખુલાસો આરોપી મુકેશ મહેશ્વરીએ કર્યો છે. ફેક્ટરીમાં મુકેશ મહેશ્વરી મરચામાં કલર દેખાડવા સિંદુર નાંખતો હતો. તેમજ આરોગ્ય વિભાગના લાયસન્સ વગર જ મરચાની ફેક્ટરી ચલાવતો હતો. જ્યારે વડોદરાની લેબમાં મોકલેલા નમુનાના રિપોર્ટ 14 દિવસમાં આવશે. મુકેશ મહેશ્વરી દ્વારા મરચામાં ભેળસેળનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાત સહિત સુરત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો
