Gujarati video: મહાશિવરાત્રીના મેળામાં લોકગાયક કિર્તીદાન ગઢવી લાખો લોકોને કરાવશે નિ:શુલ્ક ભોજન

| Edited By: | Updated on: Feb 16, 2023 | 2:56 PM

ભવનાથની તળેટીમાં ચાર દિવસ સુધી ભજન , ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો આવતા હોય છે તો ભાવિકજનો આ મેળાના માહાત્મયને જાણીને દર્શન માટે આવતા હોય છે.

કહેવાય છે ને કે ટુકડો ત્યાં હરિ ઢુકડો, મહાશિવરાત્રીના મેળામાં આવતા લાખો ભક્તોને કેટલાય અન્ન ક્ષેત્રો નિઃશુલ્ક ભોજન કરાવે છે. ત્યારે ભાવિકોની સેવા કરવાના આ પ્રવાહમાં લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી પણ જોડાયા છે. નારાયણ સ્વામીના ઉતારાની જગ્યા પર કિર્તીદાન ગઢવી લાખો લોકોને નિઃશુલ્ક જમાડશે. ભવનાથમાં અનેક ઉતારામાં અત્યાર સુધી કિર્તીદાન ગઢવી ભજન કરવા માટે આવતા હતા, પરંતુ હવે કિર્તીદાન ગઢવી પોતે જ લોકોની સાથે ભજન, ભોજન અને શિવની ભક્તિમાં લીન થશે.

 18 ફ્રેબુઆરી સુધી ચાલશે મેળો

ભવનાથની તળેટીમાં ચાર દિવસ સુધી ભજન , ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો આવતા હોય છે તો ભાવિકજનો આ મેળાના માહાત્મયને જાણીને દર્શન માટે આવતા હોય છે.

દિગંબર સાધુ સંતોના ધૂણા બને છે આકર્ષણનું કેન્દ્ર

મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે તો તે છે નાગા સાધુ-સંતો દ્વારા બનાવવામાં આવતા ધુણાઓ. જનકલ્યાણ માટે સાધુ સંતો આ ધુણા લગાવે છે. ભવનાથના  મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે. ધૂણી ધખાવીને બેઠેલા આ સાધુ સંતો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.

ધૂણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધૂણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધૂણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે.   તેમજ શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.