Gujarati Video: કોરોનાથી ફફડાટ, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે કોરોના રસીના 1 લાખ બુસ્ટર ડોઝની માંગ કરી

|

Mar 31, 2023 | 9:32 PM

ગુજરાતમાં રોજ 20 થી 25 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.રામ નવમીની જાહેર રજાના દિવસે પણ 19 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા. અમદાવાદ અને સુરત એરપોર્ટ પર ત્રણ મહિનામાં 1200 ફ્લાઈટમાં 2 લાખ મુસાફર વિદેશથી આવ્યા.  જે પૈકી 4700 લોકોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસના સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.  આ ઉપરાંત રાજ્ય સરકારે કોરોનાથી સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસે એક લાખ બુસ્ટર ડોઝની માંગ કરી છે.ગુજરાતમાં કોરોના સંક્રમણમાં રોકેટ ગતિએ ઉછાળો થતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. માર્ચમાં શરૂઆતમાં ડબલ ડિઝિટ બાદ હવે અઠવાડિયાથી 300થી 400 કેસ સામે આવે છે..,, જેના પગલે આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ, ટ્રેકિંગ ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો છે.

રામ નવમીની જાહેર રજાના દિવસે પણ 19 હજાર લોકોના ટેસ્ટ કરાયા

ગુજરાતમાં રોજ 20 થી 25 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.રામ નવમીની જાહેર રજાના દિવસે પણ 19 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા. અમદાવાદ અને સુરત એરપોર્ટ પર ત્રણ મહિનામાં 1200 ફ્લાઈટમાં 2 લાખ મુસાફર વિદેશથી આવ્યા.  જે પૈકી 4700 લોકોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. તો 32 લોકો કોરોના સંક્રમિત મળ્યાં. જેમના નમૂના જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે.

10 અને 11 એપ્રિલે હોસ્પિટલોમાં મોકડ્રીલ

ગુજરાતમાં સામે આવતા મોટાભાગના કોરોના કેસમાં લક્ષણો સામાન્ય હોવાથી દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે.ગુજરાતમાં હાલ 85 દાખલ દર્દી પૈકી 7 જ વેન્ટિલેટર સારવાર પર છે. વૃદ્ધો અને બીમાર લોકોને તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકાર પાસે 1 લાખ બુસ્ટર ડોઝની રાજ્ય સરકારે માગ કરી છે. તો 10 અને 11 એપ્રિલે હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજીને દવા, ઓક્સિજન, સ્ટાફ, બેડ સહિતની સુવિધાની ચકાસણી કરાશે.

આ પણ વાંચો : Breaking News: ધોળકાના સરોડા ગામમાં કારમાંથી કાચ તોડી 40 લાખની ચોરી, બે બાઇક સવાર ફરાર

Published On - 9:16 pm, Fri, 31 March 23

Next Video