Gujarati Video : સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત પાર્થિવેશ્વર પૂજાનું વિશેષ આયોજન કરાયું

|

Feb 18, 2023 | 6:29 PM

મહાશિવરાત્રીના પાવન દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત પાર્થિવેશ્વર પૂજાનું વિશેષ આયોજન કરાયું છે.સમુદ્ર કિનારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે થતી આ વિશેષ પૂજામાં 251 યજમાનોએ ભાગ લીધો હતો.સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે માટીના શિવલિંગ બનાવીને તેનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રીના પાવન દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત પાર્થિવેશ્વર પૂજાનું વિશેષ આયોજન કરાયું છે.સમુદ્ર કિનારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે થતી આ વિશેષ પૂજામાં 251 યજમાનોએ ભાગ લીધો હતો.સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે માટીના શિવલિંગ બનાવીને તેનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું છે.આજના પાવન પર્વ નિમિતે યજમાનોએ પાર્થિવેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈને આગવુ આયોજન કરવામાં આવ્યું છે, આજે સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટ્યુ છે. બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજિત 25000 શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વનો પ્રારંભ વહેલી સવારે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શિવત્વનો અનુભવ કરી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે. લેહરી દ્વારા ધ્વજા પૂજા કરવામાં આવી હતી. યોગાનું યોગ સોમનાથ મહાદેવના દર્શને આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજામાં સહભાગી થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ આ પૂજામાં જોડાયા હતા.

આ પણ વાંચો : Gir Somanth: લઘુશંકા કરવા ગયેલા 2 બાળકોના મૃતદેહ મળી આવતા પરિવાર આઘાતમાં સર્યો

Next Video