Gujarat Video: સાવરકુંડલાના મણિનગર વિસ્તારમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

|

Mar 11, 2023 | 3:14 PM

Amreli: સાવરકુંડલા તાલુકાના મણિનગર વિસ્તારમાં જૂના બાઈકના ડેલામાં આગ લાગી હતી. આગને પગલે 2 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આગ શેના કારણે લાગી તે હજુ જાણી શકાયુ નથી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મણિનગર વિસ્તારમાં જૂના બાઈકના ડેલામાં આગ લાગી હતી. બાઈકના સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાલિકાની 2 ફાયરની ટીમ ઘટનાસ્થળે જઈ આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ હતી. જો કે આગ શેના કારણે લાગી તે હજુ જાણી શકાયુ નથી. આ સાથે PGVCL અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ લાગવાનુ કારણ જાણવાની તપાસમાં લાગી હતી.

ઉનાળો આવતા જ આગ લાગવાની ઘટનાઓનુ પ્રમાણ વધ્યુ

સાવરકુંડલાના મણીનગર પાસે આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકનો ભંગાર રાખવામાં આવે છે. જેમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. 2 દિવસ પહેલા પણ અમરેલીના વિઠલપુર નજીક ઓઇલ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. અગાઉ સાવરકુંડલા ફટાકડા ગોડાઉનમાં આગ લાગી હતી. બીજી તરફ વાહનોમાં પણ આગ લાગવાની અનેક ઘટનાઓ રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં પણ બની છે.

આ પણ વાંચો: Shocking Video: હોંશિયારી મારવા આગ પર કર્યો ડાન્સ, આખા શરીર પર આગ લાગતા આ રીતે બચાવ્યો જીવ

Published On - 3:14 pm, Sat, 11 March 23

Next Video