Gujarati Video : ગોધરાના નંદીસરમાં વિકાસ કાર્યમાં ભ્રષ્ટાચારને લઇ 12 લોકો સામે ગુનો દાખલ

|

Apr 11, 2023 | 11:11 PM

નંદીસર ગામે વર્ષ 2015થી વર્ષ 2019-20 દરમિયાન 14મા અને 15મા નાણાંપંચના વિકાસના કુલ 33 પૈકી 19 કામોમાં ગેરરીતિ સામે આવી હતી.સ્થળ પર કામો થયા ન હોવા છતાં રૂપિયા 48.19 લાખ ચૂકવી ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યુ.જેને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો હતો

પંચમહાલના ગોધરા તાલુકાના નંદીસર ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારને લઇ 12 લોકો સામે ગુનો દાખલ કરવા DDOએ આદેશ કર્યો છે.નદીસર અને છાપરી ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલતા 1 નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર, 1 નિવૃત અધિક મદદનીશ ઇજનેર, 4 તત્કાલીન તલાટી, 4 તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, 2 તત્કાલિન સરપંચ સહિત 12 લોકો સામે ફરિયાદ નોધવા આદેશ કર્યો છે. 14મા અને 15મા નાણાંપંચના વિકાસ કમોમાં પેવર બ્લોક, સી સી રોડ, બોર કુવા ગટર લાઇન સહિત કુલ 33 કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆતને લઇ જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષમાં કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

TDOએ 12 લોકો સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી

નંદીસર ગામે વર્ષ 2015થી વર્ષ 2019-20 દરમિયાન 14મા અને 15મા નાણાંપંચના વિકાસના કુલ 33 પૈકી 19 કામોમાં ગેરરીતિ સામે આવી હતી.સ્થળ પર કામો થયા ન હોવા છતાં રૂપિયા 48.19 લાખ ચૂકવી ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યુ.જેને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો હતો.જેથી TDOએ 12 લોકો સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

નદીસર ગામમાં વિકાસના કાર્યો કરવા સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ જે તે સમયના સરકારી અધિકારીઓએ માત્ર કાગળ પર કામ બતાવી ભ્રષ્ટાચાર આચર્યો.જેથી સ્થાનિકો આજે ફણ વિકાસ ઝંખી રહ્યાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video