Gujarati video : MS યુનિવર્સિટીમાં AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા, એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી

| Edited By: | Updated on: Jun 27, 2023 | 4:07 PM

કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ પાસે માથાકુટનો બનાવ બન્યો હતો, જે પછી મારામારી એટલી હદે થઈ કે તેમાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે.

Vadodara : વડોદરાની એમ એસ  યુનિવર્સિટીની (MS university) કોમર્સ ફેકલ્ટીમાં (Commerce Faculty ) દેખાવો વખતે મારામારી થયાની ઘટના સામે આવી છે. AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ પાસે માથાકુટનો બનાવ બન્યો હતો, જે પછી મારામારી એટલી હદે થઈ કે તેમાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના કોમેન્ટ પાસ કરવા મુદ્દે બની હોવાનું જાણવા મળ્યું છે. વિજિલન્સ જવાનોની હાજરીમાં છુટ્ટા હાથની મારામારી થતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો-Rajkot : રામ મોકરિયાના ઉછીના રુપિયા વાળી પોસ્ટમાં હવે કોંગ્રેસે ભાગીદારી નોંધાવી, વાંચો કયા મુદ્દે ઘેરાયા ભાજપના નેતા