રાજકોટમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. રાજકોટની ઉત્કર્ષ એકસલન્સ સ્કૂલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. છાત્રને સહપાઠીએ વાળ પકડી બેંચ પર માથું અથડાવી માર માર્યો હોવાનો આક્ષેપ થયા છે. મમ્મી પપ્પાને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત છાત્રના પરીવારજનોએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર પીડિત છાત્ર ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. અને બેંચ પર બેસવાની બાબતે સમગ્ર ઘટના બની હતી. જેમાં પીડિત છાત્રને ખભા પર ફેક્ચર થયું છે.
આ પણ વાંચો : Rajkot: ‘બેટી બચાવો’ સંદેશ સાથે 62 વર્ષીય વૃદ્ધ સાયકલ ઉપર રાજકોટથી અયોધ્યા પહોંચ્યા
ભોગ બનનાર વિદ્યાર્થી આકાંશને જમણા હાથમાં અસહ્ય પીડા થતી હોવાને કારણે મહામહેનતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે જમણા હાથનું ખભાનું હાડકું ખસી ગયાનું નિદાન કર્યું હતું. ઓપરેશન કરવું જરૂરી હોય તાત્કાલિક પુત્રનું ઓપરેશન કરાવ્યું હતું. બાદમાં બીજા દિવસે આકાંશને દુખાવાથી રાહત થતા શું થયું તેવું પૂછતા જણાવ્યું કે, તા.6ના દિવસે 10.30થી 11 વચ્ચે રિશેષ દરમિયાન ક્લાસમાં બેંચ પર બેઠો હતો. આ સમયે સાથે જ ભણતો જીનકી અલ્કેશ ધડૂક પોતાની પાસે આવી પોતાને બેંચ પરથી ઊભું થઇ જવા અને તેને ત્યાં બેસવું હોવાનું કહી ઝઘડો કર્યો હતો.