Gujarati Video: પોરબંદરમાં લોકમેળાના ઉદ્દઘાટનના દિવસે જ ફિયાસ્કો, ચકડોળ શરૂ ન થતા લોકોમાં નિરાશા 

| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:22 PM

Porbandar: પોરબંદરમાં લોકમેળામાં પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો છે. લાયસન્સ ન મળતા એકપણ ચકડોળ શરૂ થઈ શક્યા ન હતા. જેના કારણે મેળામાં ઉદ્દઘાટનના દિવસે જ બહુ ઓછી ભીડ જોવા મળી હતી. ત્યારે રાઈડ્સ શરૂ ન થતા લોકોમાં પણ નિરાશ થઈ પરત ફરતા જોવા મળ્યા.

Porbandar:    પોરબંદરમાં શરૂ થયેલા લોકમેળામાં ઉદ્દઘાટનના દિવસે જ ઓછી ભીડ આવતા પાલિકાએ આયોજિત કરેલા મેળાનો ફિયાસ્કો થયો છે. પ્રથમ દિવસે એકપણ ચકડોળ કે રાઈડ્સ શરૂ થઈ ન હતી. લાયસન્સના અભાવે ચકડોળ બંધ જોવા મળ્યા હતા. અધિકારીઓ પાસેથી સંતોષકારક જવાબ ન મળતા રોષ જોવા મળ્યો હતો. ચકડોળ બંધ હોવાથી મેળો કરવા આવેલા લોકોમાં પણ નિરાશ થયા હતા.

લોકમેળો શરૂ થતા પહેલા જ વિવાદ

આ તરફ  પોરબંદરમાં આજથી 5 દિવસ સુધી લોકમેળો યોજાવાનો છે. મેળો પ્રારંભ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. લોકમેળામાં નાના ધંધાર્થીઓને પ્રવેશ ન આપતા તેઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો છે. કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી પોરબંદર-છાયા નગરપાલિકામાં રજૂઆત કરી. તેમની માગ છે, કે જ્યાં લોકમેળો આયોજિત કરાયો છે, ત્યાં નાના ધંધાર્થીઓ માટે પણ જગ્યા ફાળવવામાં આવે. જો જગ્યા નહીં ફાળવાય તો ભૂખ હડતાળ કરવાની પણ ચીમકી આપી છે. આજે શીતળા સાતમથી શરૂ થનાર લોકમેળામાં નાના ધંધાર્થીઓને જગ્યા નથી આપવામાં આવી. જેથી નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Gujarat Video: અખીલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા દિલીપદાસજી, રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં નિર્ણય

પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 06, 2023 08:44 PM