Gujarati Video: વઢવાણમાં ઝડપાયું નકલી ચલણી નોટોનું કૌંભાડ, SOGએ નક્લી નોટો છાપનારને ઝડપી 100 રૂ.ના દરની 134 નોટ કરી જપ્ત

Gujarati Video: વઢવાણમાં ઝડપાયું નકલી ચલણી નોટોનું કૌંભાડ, SOGએ નક્લી નોટો છાપનારને ઝડપી 100 રૂ.ના દરની 134 નોટ કરી જપ્ત

| Edited By: | Updated on: Apr 30, 2023 | 12:44 PM

Surendranagar: રાજ્યમાં વધુ એક નક્લી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં SOGએ નક્લી નોટો છાપનાર શખ્સને ઝડપી પાડી 100 રૂપિયાના દરની 134 નંગ નક્લી નોટ જપ્ત કરી છે.

રાજ્યમાં એક બાદ એક નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગરના વઢવાણમાં SOG પોલીસે નકલી ચલણી નોટોનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે રૂ.100ના દરની 134 નંગ નકલી નોટો સાથે રાહુલ વળોદરા નામના શખ્સની ધરપકડ કરી છે. રાહુલ પોતાના ઘરે જ નકલી નોટો છાપતો હતો. જે અંગેની ચોક્કસ બાતમી મળતાં પોલીસે તેના ઘરે રેડ કરી હતી.

આ પણ વાંચો: Gujarati Video : રાજકોટ નકલી નોટોના આંતરરાજ્ય કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ, રમેશ બાબુ કસ્તુરી તેલંગાણાથી ઝડપાયો

પોલીસે 134 નક્લી નોટ સહિત પ્રિન્ટર, કાગળ, લેપટોપ અને મોબાઈલ કર્યા જપ્ત

આ દરમિયાન પોલીસે નકલી ચલણી નોટો, પ્રિન્ટર, કાગળ, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આરોપી રાહુલ કેટલા ટાઈમથી નોટો છાપતો હતો, અત્યાર સુધી કેટલી નોટો છાપી, નકલી નોટો ક્યાં ક્યાં વટાવી અને આ રેકેટમાં કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 30, 2023 12:43 PM