Gujarati Video: પંચમહાલમાં બોગસ આધાર અને પાસપોર્ટ બનાવનાર મુસ્તાક પાડવાની કરાઈ ધરપકડ
Panchmahal: પંચમહાલમાં બોગસ આધાર અને પાસપોર્ટ બનાવનાર ઝડપાયો છે. કાલોલના વેજલપુરમાંથી મુસ્તાક પાડવાની ધરપકડ કરાઈ છે. આરોપી ઉસ્માનિયા ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાન ચલાવતો હતો. નક્લી આધાર અને પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રા કરતો હતો. અમદાવાદની રીજિયોનલ કચેરીમાં તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
Panchmahal: પંચમહાલના એક શખ્સને વિદેશ જવાની ઘેલછા હતી તો તેણે જાતે જ નકલી આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવી દીધા. નકલી ડોક્યુમેન્ટથી વિદેશ યાત્રા કરી અને હવે પોલીસના સકંજામાં આવ્યો. સમગ્ર ઘટનાની વાત કરીએ કાલોલના વેજલપુરનો મુસ્તાક પાડવાએ કાલોલના વેજલપુરમાં ઉસ્માનિયા ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાન ચલાવતો હતો. શખ્સને વિદેશ જવાની ઇચ્છા થઇ તો તેણે જાતે જ બોગસ આધાર અને પાસપોર્ટ બનાવ્યા અને વિદેશમાં ફર્યો.
SOGને આ અંગે બાતમી મળી હતી. જે બાદ અમદાવાદની રીજીયોનલ કચેરીમાં તપાસ કરતા મામલો ખુલ્યો કે શખ્સ આ પ્રકારના કાંડ કરી રહ્યો છે. હાલ તો પોલીસે આરોપી મુસ્તાક પાડવાની ધરપકડ કરી છે. સાથે જ બે આધારકાર્ડ અને એક પાસપોર્ટ જપ્ત કર્યા છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો