Gujarati Video : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 25 કેસ નોંધાયા

|

Jul 04, 2023 | 8:34 PM

જ્યારે સાદા મલેરિયાના 56 અને ડેન્ગ્યૂના 25 નોંધાયા છે. તો દર્દી ચિકન ગુનિયાના 2 કેસ સામે આવ્યા. જો પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા-ઉલટીના 755 દર્દી, કમળાના 132 અને ટાઈફોઈડના 297 કેસ નોંધાયા.

Ahmedabad: ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. તેમજ પ્રથમ રાઉન્ડમાં જ ધમાકેદાર વરસાદ બાદ વરસાદે હાલ વિરામ લીધો છે. તેવા સમયે અમદાવાદ (Ahmedabad) શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી, મચ્છરજન્ય રોગના દર્દી વધ્યા છે.

આ પણ વાંચો :  Gujarat Monsoon Update : રાજ્યના 23 ડેમો હાઇએલર્ટ પર, આગામી 7 થી 10 જુલાઇ દરમ્યાન ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

જ્યારે સાદા મલેરિયાના 56 અને ડેન્ગ્યૂના 25 નોંધાયા છે. તો દર્દી ચિકન ગુનિયાના 2 કેસ સામે આવ્યા. જો પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા-ઉલટીના 755 દર્દી, કમળાના 132 અને ટાઈફોઈડના 297 કેસ નોંધાયા.

જ્યારે બીજી તરફ રોગચાળાને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સક્રિય બન્યું છે..,, AMCના તંત્રએ વિવિધ શૈક્ષણિક સંસ્થા અને બાંધકામ સાઈટ પર તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video