Gujarati Video: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે તેમજ અમને ન્યાય પણ મળશે. તેમણે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપના રાજમાં લોકશાહીને બદલે તાનાશાહી જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું જે લોકો દેશને અંખડિત જોવા માંગે છે તે અમને સાથ આપશે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી મોટી રાહત મળી છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના 13 એપ્રિલ સુધીના જામીન મંજૂર કર્યા છે. એટલે કે 13 એપ્રિલે સજા પર રોકની અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે. તો નીચલી કોર્ટના ચુકાદા પર 3મેના રોજ સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધીની સુનાવણી બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિવિધ મુદ્દે પોતાના જવાબો આપ્યા હતા.
રાહુલ ગાંધી સત્ય સાથે રહીને લડત આપશે
અમિત ચાવડાને રાહુલ ગાંધી મુદ્દે હાલ પૂરતી મળેલ રાહત અંગે તેમજ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના અને નાટક ના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગે પોતાના સ્પષ્ટ મંતવ્યો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલજી કાયમ કહે છે કે ડરો મત લડો, અને રાહુલ ગાંધીને સંસદમાં પણ બોલતા બંધ કરવામાં આવ્યા છે. આથી જ રાહુલ ગાંધી સામે વિવિધ કેસ કરવામાં આવ્યા છે જોકે રાહુલ ગાંધી હંમેશાં સત્યની સાથે રહીને લડત આપશે.
ભાજપના રાજમાં લોકશાહીને બદલે તાના શાહી થતી હોવાના અમિત ચાવડાના આક્ષેપ
સાથે જ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે તેમજ અમને ન્યાય પણ મળશે. તેમણે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપના રાજમાં લોકશાહીને બદલે તાનાશાહી જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું જે લોકો દેશને અંખડિત જોવા માંગે છે તે અમને સાથ આપશે.
મહત્વપૂર્ણ છે કે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી હતી. આપને જણાવી દઈએ કે આ કેસમાં રાહુલ ગાંધીએ 10 એપ્રિલ સુધી કોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે. કોર્ટનાઅવલોકન મુજબ 13 એપ્રિલે રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહેવું જરૂરી નથી.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી તો રાહત મળી ગઇ છે. પરંતુ હવે સવાલ એ સર્જાય છે કે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનું શું થશે ? શું રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે ? શું રાહુલ પાસેથી છીનવાયેલો સરકારી બંગલો તેમને પરત મળશે કે કેમ ? આ સવાલોનો જવાબ હવે પછીની 2 તારીખો આપશે. આ બંને તારીખો રાહુલ ગાંધી માટે અતિમહત્વની સાબિત થવાની છે.