Gujarati Video: ગુરુ ગ્રહ જેવા કચ્છના અરલ નજીકના ખડકોનો અદ્દભૂત આકાશી નજારો માણો

| Edited By: | Updated on: Jul 18, 2023 | 11:45 PM

Kutch: અહીં વીડિયોમાં જોવા મળતા દૃશ્યો કોઈ ગ્રહના નથી. ગુરુ ગ્રહ જેવા જમાતા આ આકાશી નજારો કચ્છના અરલ નજીકના ખડકોનો છે. પ્રથમ દૃષ્ટિએ કોઈ ગ્રહ જેવા દેખાતા આ દૃશ્યો એક ફરવાના શોખીન યુવકે ડ્રોન દ્વારા શુટ કર્યા છે.

Kutch: કચ્છ તેની વિશેષતા માટે જાણીતો છે 5000 વર્ષ જુની પ્રાચીન સભ્યતા સાથે કચ્છમાં અનેક જૈવ વિવિધતા છે. તાજેતરમાં જ ચોમાસા બાદ કચ્છના ખડકોમાંથી વહેતા પાણીએ અદ્દભુત દૃશ્યો સર્જયા હતા. ત્યારે હવે વધુ એક વીડિયોએ ભારે ઉત્કંઠા જગાવી છે. પ્રથમ દૃષ્ટિએ આ વીડિયોમાં તેમને કોઈ ગ્રહ વિડીયોએ ભારે ઉત્કંઠા જગાવી છે કેમકે પ્રથમ દ્રષ્ટ્રીએ આ વિડીયોમા તેમને કોઇ ગ્રહ હોઇ તેવુ લાગશે પરંતુ કચ્છમાં ફરવાના શોખીન એક યુવાન અભિષેક ગુસાઈ એ આ વિડીયો શુટ કર્યો છે.

નખત્રાણા નજીક આવેલી અરલ નદીના પટ ના અદ્દભૂત દૃશ્યો

પોતાના પ્રવાસ દરમ્યાન અવનવી વસ્તુઓની ફોટોગ્રાફી કરનાર યુવાન કચ્છના નખત્રાણા નજીક આવેલી અરલ નદીના પટમાં ફરવા માટે નિકળ્યો હતો. ત્યારે તેને આ દૃશ્યો જોવા મળ્યા હતા જે તેને ડ્રોનમાં સુટ કર્યા હતા. વાદળી, નારંગી, પીળા,લાલ રંગની આ ભુમિ જાણે ગુરુ ગ્રહનો અહેસાસ કરાવી રહી છે પરંતુ આ દૃશ્યો નખત્રાણા નજીકના નાની અરલ ગામ પાસેની નદીની જમીનના છે. કુદરતના કેનવાસ પર જાણી કોઇ અદભુત ચિત્ર દોરવામાં આવ્યુ હોય તેવા દૃશ્યો કચ્છમાં અનેક જગ્યાએ જોવા મળે છે.

આ પણ વાંચો : Kutch : અદાણી મુ્ંદ્રા પોર્ટ પર સર્જાયો વિક્રમ, 4 ફુટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવતુ મહાકાય જહાજ લાંગર્યું

આ પહેલા પણ મંગળ ગ્રહ જેવી જમીન કચ્છના માતાના મઢ નજીક મળી આવી હતી જેના પર હાલ સંશોધન ચાલુ છે. ભુસ્તર વિજ્ઞાનના જાણકારોના મતે જ્વાળામુખી હોય તેની અંદર આયર્ન ભરપુર પ્રમાણમાં હોય છે. દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપુર હોય છે. જેના કારણે હજારો વર્ષોના લિચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના થતી હોય છે અને કચ્છના અનેક વિસ્તારોમાં પથ્થરો પર આવા કલર જોવા મળે છે. જે સામાન્ય લોકો માટે આકર્ષણ હોય છે. રણ, ડુંગર અને દરિયો તમામ વિવિધતા ધરાવતા કચ્છ જીલ્લામાં સંશોધનને પુર્ણ અવકાશ છે અને તેમાં આવા પથ્થરો હોય કે જુના ફોસીલ્સ કચ્છના ભવ્ય ભુતકાળની પ્રતિતી કરાવે છે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો