Gujarati Video : ખાદ્યતેલોના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100 પર પહોંચ્યો, એક મહિનામાં રુપિયા 500નો વધારો થયો

Gujarati Video : ખાદ્યતેલોના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100 પર પહોંચ્યો, એક મહિનામાં રુપિયા 500નો વધારો થયો

| Edited By: | Updated on: Jul 14, 2023 | 2:18 PM

એક મહિનામાં સિંગતેલના (groundnut oil) ભાવમાં રૂપિયા 500નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા 3100 પર પહોંચી ગયો છે. ત્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવ પણ વધ્યા છે.

Rajkot :  તહેવારો આવતા પહેલા ફરી એક વાર તેલના ભાવમાં આગ ઝરતી તેજી (Price hike) જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો થયો છે. એક મહિનામાં સિંગતેલના (groundnut oil) ભાવમાં રૂપિયા 500નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા 3100 પર પહોંચી ગયો છે. ત્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવ પણ વધ્યા છે.

આ પણ વાંચો- Rajkot : જવેલર્સને ત્યા IT વિભાગની સતત ચોથા દિવસે તપાસ, અત્યાર સુધીમાં 5 કરોડ રુપિયાથી વધુની રોકડ મળી

કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો