Gujarati Video: દાહોદમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી, આગામી 12 કલાક જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ
Dahod: દાહોદમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. દાહોદ, લીમડી, ઝાલોદના રોડ પર વરસાદી પાણીની જાણે નદીઓ વહેતી થઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા જુના વણકરવાસ વિસ્તારને ખાલી કરવા આદેશ અપાયા છે. દૂધીમતી નદીના નીચાણવાળા વિસ્તારોના ઘરો ખાલી કરવા કલેક્ટરે આદેશ કર્યો છે. રાહત બચાવ કાર્ય માટે પણ પાલિકા અને વહીવટી તંત્રની ટીમ પહોંચી છે.
Dahod: દાહોદમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. આગામી 12 કલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દાહોદ, લીમડી, ઝાલોદના રોડ પર નદીઓ વહેતી થઈ છે. પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદના જુના વણકરવાસ વિસ્તારને ખાલી કરવા આદેશ કરાયો છે. દૂધીમતી નદીના નીચાણવાળા વિસ્તારોના ઘરો ખાલી કરવા કલેક્ટરને આદેશ કરાયો છે.
દૂધીમતી નદી બે કાંઠે વહેતી થતા નજીકના ઘરો પાણીમાં ગરકાવ થયા છે. દૂધીમતી નદી બે કાંઠે થતા આજુબાજુના ઘરો પાણીમાં ગરકાવ થયા છે. જૂના વણકરવાસ વિસ્તારના કેટલાક ઘરો તૂટી જતા પાલિકાની ટીમો મદદ માટે પહોંચી છે. રાહત અને બચાવ કાર્ય માટે પણ પાલિકા અને વહીવટી તંત્રની ટીમો પહોંચી છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદને કારણે સિઝનમાં પ્રથમવાર જિલ્લાની નદીઓ બેકાંઠે વહેતી થઇ છે. લીમડીની માછમ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે નદી પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. લીમડીમાં માછણ નદીના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને કારણે લીમડી અને સંજેલીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. અવરજવરનો રસ્તો બંધ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ ભારે વરસાદને પગલે તંત્રએ દાહોદ જિલ્લામાં હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે. અદલવાડા ડેમ આસપાસ આવેલા તમામ ગામને હાઇએલર્ટ પર મુકી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. નીચાણવાળા લોકોને સલામત સ્થળે લઇ જવા માટે શેલ્ટર હોમ સહિતની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે. જો જરૂર પડશે તો NDRFની ટીમને પણ બોલાવવાની તૈયારી તંત્રએ કરી લીધી છે.
Input Credit- Pritesh Panchal- Dahod
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો