Gujarati Video: દ્રારકા પોલીસનુ મોટુ ઓપરેશન, પંજાબના સંગરૂરમાં ચાલતી નશાયુક્ત સીરપની ફેક્ટરી ઝડપી 15 હજારથી વધુ બોટલ કરી જપ્ત

Gujarati Video: દ્રારકા પોલીસનુ મોટુ ઓપરેશન, પંજાબના સંગરૂરમાં ચાલતી નશાયુક્ત સીરપની ફેક્ટરી ઝડપી 15 હજારથી વધુ બોટલ કરી જપ્ત

| Edited By: | Updated on: Aug 21, 2023 | 11:22 PM

Devbhumi Dwarka: દ્વારકા પોલીસે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાતના યુવાધનને નશામાં રવાડે ચડાવવામા કાવતરાનો પર્દાફાશ કરતા પંજાબના સંગરૂરમાંથી નશાયુક્ત સીરપની ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યાંથી 15 હજારથી વધુ સીરપની વધુ જપ્ત કરી છે.

Dwarka: આયુર્વેદિકના નામે નશાયુક્ત સીરપ વેચવાના કેસમાં દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે. નશાયુક્ત સીરપના તાર પંજાબ સુધી ખુલ્યા છે. અમદાવાદ બાદ હવે પંજાબના સંગરૂર જિલ્લામાંથી વધુ એક સીરપની ફેકટરી ઝડપાઈ છે.

દ્વારકા પોલીસની એક ટીમે પંજાબ જઈને ઓપરેશન પાર પાડ્યું અને સંગરૂરની ફેક્ટરીમાંથી 15 હજાર સીરપની બોટલ અને લેપટોપ સહિત એક આરોપીની ધરપકડ કરી. પંજાબનો શખ્સ પાછલા દોઢ વર્ષમાં 2.85 લાખ સીરપની બોટલનું ગુજરાતમાં વેચાણ કરી ચુક્યો છે.

આ પણ વાંચો: Breaking News : ગાંધીનગરમાં પોલીસ નેમ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત, કારચાલકે મહિલાને કચડી, જુઓ Video

આ ઝડપાયેલા શખ્સે 18 હજાર લીટર ઈથેનોલમાંથી નશાની સીરપ બનાવી હતી. અંદાજે 1.25 કરોડ રૂપિયાના નશાના સામાનનું વેચાણ કર્યું હતું. દ્વારકા પોલીસે પંજાબમાં કેફી પીણું બનાવીને ગુજરાતમાં સતત વેચાણ કરી યુવાધનને નશાના રવાડે ચડાવવાના પ્લાનનો પર્દાફાશ થયો છે.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો