Gujarati Video: સુરત સિવિલમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, સિવિલ કેમ્પસમાં દારૂડિયાએ મચાવી ધમાલ

| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:27 PM

Surat: સુરત સિવિલ કેમ્પસમાં દારૂડિયાએ ધમાલ મચાવી હતી. સિક્યોરિટી ગાર્ડ સાથે ઘર્ષણ થતા ગાર્ડ દારૂડિયાને પકડીને ટ્રોમા સેન્ટર લઈ આવ્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવી દારૂડિયાને પોલીસને હવાલે કરાયો હતો.

સુરતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે. એકતરફ રાજ્યમાં કહેવાતી કાગળ પર દારૂબંધી છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પરંતુ ખુલ્લેઆમ અહીં દારૂનો વેપલો થતો રહે છે. ખુલ્લેઆમ દારૂ પીવાય છે, વેચાય છે અને દારૂ પીને ધમાલ મચાવવાના બનાવો પણ છાશવારે સામે આવતા રહે છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક દારૂડિયાએ ધમાલ મચાવી અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઘર્ષણ કર્યુ. સિક્યોરિટી ગાર્ડે તેને સમજાવીને બહાર મોકલવાનો પ્રયાસ કર્યો પરંતુ દારૂના નશામાં ધૂત વ્યક્તિ ઘર્ષણમાં ઉતરી આવ્યો.

આ પણ વાંચો: Surat: પાંચ વર્ષની બાળકીની હત્યામાં આવ્યો નવો વળાંક, માતાએ જ દિવ્યાંગ બાળકીને ઓટલા સાથે પટકી ઉતારી મોતને ઘાટ

ઘર્ષણ થતા સિક્યોરિટી ગાર્ડ દારૂડિયાને પકડીને ટ્રોમા સેન્ટર લઈ આવ્યો હતો. અહીં ઈન્ચાર્જ ડૉ ઓમકાર ચૌધરીએ 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ માગી હતી. ઘર્ષણ કરનાર વ્યક્તિ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી. રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દૃશ્યો અવારનવાર સામે આવતા રહે છે. છતા દારૂના દૂષણ પર કોઈ લગામ કસવામાં નથી આવતી.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 28, 2023 05:25 PM