Gujarat Video: સુરતમાં સિટી બસચાલકની ઘોર બેદરકારી, રોંગ સાઈડમાં બસ હંકારતો વીડિયો થયો વાયરલ

Gujarat Video: સુરતમાં સિટી બસચાલકની ઘોર બેદરકારી, રોંગ સાઈડમાં બસ હંકારતો વીડિયો થયો વાયરલ

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 27, 2023 | 1:19 PM

Surat: શહેરમાં સિટી બસચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. બસ ચાલકનો ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં બસ હંકારતો વીડિયો વાયરલ થય છે. લોકોના જીવની પરવા કર્યા વગર રોંગ સાઈડમાં બસ ચલાવવાની ઘટનાનો વીડિયો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સુરતમાં સિટી બસના ડ્રાઈવર ટ્રાફિક નિયમોને જાણે ઘોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. બેફામ બસ હંકારવાના બનાવ વચ્ચે સુરતમાં ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં સિટી બસ હંકારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોના જીવની જાણે કંઈ પડી ન તેમ સિટી બસનો ડ્રાઈવર ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં બસ ચલાવી રહ્યો છે. ગોડાદરા ડીંડોલી બ્રિજ પરનો આ વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે આ વીડિયો ક્યારનો છે, તેની કોઈ માહિતી હાલ સામે આવી ન હતી. પરંતુ જે હિસાબે બસ ચાલક બ્રીજ પર રોંગ સાઈડ પર બસ હંકારી રહ્યો છે તેને ગંભીર બેદરકારી છે.

બસ ડ્રાઈવર બસ શા માટે રોંગ સાઈડમાં હંકારી રહ્યો હતો તેનું કારણ જાણી શકાયું નથી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સામેથી વાહનો પણ પસાર થઇ રહ્યા છે ત્યારે જો અહી અકસ્માત સર્જાય કે પછી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે?

આ પણ વાંચો: Gujarati Video : અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટનું નેટવર્ક ચેન્નાઇ સુધી હોવાનું ખુલ્યુ, સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ઝડપ્યો

મહત્વનું છે કે સુરતમાં ભૂતકાળમાં પણ સીટી બસની અડફેટે લોકોના મોત થયા હોવાના તેમજ અકસ્માતના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે હવે સીટી બસનો ચાલક બ્રીજ પર રોંગ સાઈડમાં બસ હંકારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">