Gujarati Video: ડો. અતુલ ચગ કેસમાં હજુ સુધી FIR ન નોંધાતા ગુજરાત હાઈકોર્ટે વેરાવળ પોલીસને ઝાટકી, જુઓ Video

|

Mar 28, 2023 | 9:56 PM

ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

ગીર સોમનાથના બહુચર્ચિત ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં ગુજરાત હાઈકોર્ટે વેરાવળ પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ હાઈકોર્ટે વેરાવળ પોલીસ પાસે હજી સુધી FIR ન નોંધાતા જવાબ પણ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ વકીલ રોકે અને આ અંગેના તમામ જવાબ આપે, તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પોલીસને સરકારી વકીલ મળશે નહીં.

હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે વેરાવલ પોલીસ દ્વારા 11 એપ્રિલે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવે. નોંધનીય છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઘટનામાં પરિવારનો આરોપ છે કે ડોક્ટર અતુલ ચગના આપઘાત પાછળ ગીર સોમનાથના સાસંદ રાજેશ ચુડાસમા જવાબદાર છે. ડોક્ટર અતુલ ચગના પરિવારજનોએ જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવા HCમાં અરજી કરી છે

આ પણ વાંચો: Gir Somnath : ડૉ. અતુલ ચગના આપઘાત કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો, FSLની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી

ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ

આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video