Gujarati Video : સુરેન્દ્રનગર ST બસ સ્ટેન્ડમાં આવેલો ડીઝલ પંપ કાઢી નાખવાથી એસટી બસ મોડી પડતા મુસાફરોને હાલાકી, જુઓ Video

|

Mar 09, 2023 | 9:28 AM

ડેપોમાં આવેલો ડીઝલ પંપ છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી બંધ છે. પરિણામે બસમાં ડીઝલ પુરાવવા માટે ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી, વિરમગામ, ચંડોળા ડેપો ખાતે જવુ પડે છે.

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં આવેલો ડીઝલ પંપ કાઢી નાખવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપોમાં આવેલો ડીઝલ પંપ છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી બંધ છે. પરિણામે બસમાં ડીઝલ ભરાવવા માટે ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી, વિરમગામ, ચંડોળા ડેપો ખાતે જવુ પડે છે. જેથી એસટી બસ મોડી પડે છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે બસ સ્ટેન્ડનું નવિનીકરણ ચાલતુ હોવાથી બહારના ડેપોમાં એસટી બસને ફ્યુલિંગ કરવામાં માટે જવુ પડે છે. જેના કારણે બસને આવવામાં મોડુ થાય છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : Surendranagar : મારૂતિ પાર્ક સોસાયટી સહીત 18 સોસાયટીમાં પીવાના પાણીમાં ભળ્યાં ગટરના ગંદા પાણી, લોકો ત્રાહિમામ

એસટી બસો ઉભી ના રહેતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી

તો બીજી બાજુ બોટાદના રાજપરા અને હામાપરના ગામની વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે એસટી બસો ઉભી ના રહેતા ખાનગી વાહનોની ડિકીમાં બેસીને જવા માટે મજબૂર છે. રાજપરા અને હામાપરના 150 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગોરડકા જાય છે. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ અને ગામના આગેવાનોએ તાત્કાલીક ધોરણે એસટી બસ ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો છે.જેથી વાલીઓએ તંત્ર સામે બસ ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

Next Video