Gujarati Video: સાબરકાંઠામાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા બે યુવકોના મોત, પ્રાંતિજના ગલતેશ્વરની ઘટના

| Edited By: | Updated on: Sep 29, 2023 | 5:17 PM

Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં વિનાયક દેવના વિસર્જન સમયે કરૂણ ઘટના સર્જાઈ હતી. ગલતેશ્વર નજીક ગણેશ વિસર્જન સમયે બે યુવકો સાબરમતી નદીમાં ઉતર્યા હતા. આ બંને યુવકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. વિસર્જનનો ભક્તિમય માહોલ શોકમાં પરિણમ્યો છે. 

Sabarkantha: પ્રાંતિજમાં વિઘ્નહર્તાના વિસર્જન સમયે વિઘ્ન આવ્યું છે. ગલતેશ્વર નજીક ગણેશ વિસર્જન સમયે સાબરમતી નદીમાં ડૂબેલા બે યુવકોના મોત થયા છે. ફાયરની ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યાં છે. ગલતેશ્વર નજીક પ્રાંતિજના તાજપુર અને ગાંધીનગરના પીપરોજના રહેવાસી બે યુવકો ગણેશ વિસર્જન માટે ગયા હતા. દરમિયાન નદીમાં ડૂબી ગયા હતા. બંને યુવકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘટનાને પગલે વિસર્જનનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

આ પણ વાંચો: સુરતમાં ગણેશ ભક્તે બનાવી ગણપતિની હેર સ્ટાઈલ, લોકોમાં બની ગયો આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photo

પંચમહાલમાં વિસર્જન સમયે ક્રેનનો પટ્ટો તૂટતા પાંચ લોકોને ઈજા

આ તરફ પંચમહાલમાં ગણેશ વિસર્જન સમયે ક્રેન પલટી જતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાવાગઢના વડા તળાવ ખાતે આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેનનો પટ્ટો તૂટતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 28, 2023 08:36 PM