AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં 7800 કરોડના સટ્ટાકાંડમાં નાણાંની હેરફેર કરનાર આરોપી ઝડપાયો, હુસૈન મકાસરવાળાની ઇકો સેલે કરી ધરપકડ-Video

Breaking News: સુરતમાં 7800 કરોડના સટ્ટાકાંડમાં નાણાંની હેરફેર કરનાર આરોપી ઝડપાયો, હુસૈન મકાસરવાળાની ઇકો સેલે કરી ધરપકડ-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 2:04 PM
Share

Surat: સુરતમાં રૂપિયા 7800 કરોડના સટ્ટાકાંડમાં નાણાની હેરફેર કરનાર આરોપી ઝડપાયો છે. હુસૈન મકાસરવાળાની ઈકો સેલે ધરપકડ કરી છે. આરોપી ધરપકડથી બચવા હિમાચલપ્રદેશ ભાગી ગયો હતો. ડીંડોલીના શિવ એન્ટરપ્રાઈઝમાંથી એક ઓક્ટોબરે સટ્ટાકાંડનું કૌભાંડ સામે આવ્યુ હતુ.

સુરતમાંથી સામે આવેલા 7800 કરોડના સટ્ટાકાંડમાં નાણાની હેરફેર કરનાર આરોપી ઝડપાયો છે. હુસૈન મકાસરવાળાની ઈકો સેલએ ધરપકડ કરી છે. સટ્ટાની રકમ ગેરકાયદે હેરફેર કરનાર હુસૈન મકાસરવાળાની ઈકો સેલએ ધરપકડ કરી છે. પોલીસની ધરપકડથી બચવા હુસૈન હિમાચલ પ્રદેશ ભાગી ગયો હતો. મહત્વનું છે કે ગત 1 ઓક્ટોબરે ડીંડોલીના રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શિવ એન્ટરપ્રાઈઝમાંથી આ સટ્ટા કૌભાંડ ઝડપાયુ હતુ. તપાસમાં રૂ.7800 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.

ડીંડોલીના રાજમહલ મોલમાંથી ઝડપાયુ હતુ કૌભાંડ

ડીંડોલીના મોલમાંથી ઝડપાયેલા આ સટ્ટાકાંડમાં ક્રિકેટ મેચ પર આંતરરાજ્ય કક્ષાનું રેકેટ ચલાવતી ટોળકી પકડાઈ હતી. ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ હતુ જેમા નક્લી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બોગસ ભાડા કરાર બનાવ્યા હતા. આ બોગસ ડોક્યુમેન્ટના આધારે બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવી કરોડોના ટ્રાન્ઝેક્શન કરાયા હતા. તે સમયે પોલીસે હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ શિંદેની ધરપકડ કરી હતી અને બાદમાં માસ્ટરમાઈન્ટ હુઝેફા મકાસરવાળાની પણ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Surat : સટ્ટાકાંડ કેસમાં પોલીસના ઇકોસેલ દ્વારા મેગા ઓપરેશન, પાટણ સુધી તાર જોડાયા

સટ્ટાકાંડનું પાટણ કનેક્શન

આ સટ્ટાકાંડનો રેલો દેશના અન્ય ભાગોમાં પણ વિસ્તર્યો છે. સુરતના તાર ઉત્તર ગુજરાતના પાટણ સુધી જોડાયા છે. સટ્ટાકાંડમાં ઈકોસેલે રાધનપુરથી પણ 4 લોકોની ધરપકડ કરી હતી. આ ચારેય હુઝેફા મકાસરવાળાના સંપર્કમાં રહેતા હતા અને રાધનપુરમાં પણ એ જ પ્લાનિંગ સાથે ડમી એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહાર કર્યા હતા. આ ચારેયને મહિને 15 હજાર મળતા હતા અને મેચમાં કોઈપણ ફેરફાર થાય તો તરત જ હુઝેફાને જાણ કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયા 2022 કરોડના આર્થીક વ્યવહારો થયા હોવાનું ખૂલ્યુ છે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 29, 2023 01:42 PM
g clip-path="url(#clip0_868_265)">