Gujarati Video : દાહોદમાં ખાનગી ફાઇનાન્સ ઓફિસમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ
પોલીસે રેડ દરમિયાન નગલપાલિકાના સભ્ય ઇસ્તિયાક ખલી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.સાથે 3 લાખ રોકડ, 19 મોબાઈલ, 2 લેપટોપ, બે બાઇક સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ કેટલા સમયથી સટ્ટો ચલાવતા હતા
ગુજરાતના(Gujarat) દાહોદમાં (Dahod) ખાનગી ફાઇનાન્સ ઓફિસમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો(Cricket betting) પર્દાફાશ થયો છે. બાતમીને આધારે પોલીસે રેડ કરી ખાનગી ફાઇનાન્સની ઓફિસમાં ચાલતા IPLક્રિકેટ સટ્ટાને ઝડપી પાડ્યો છે.પોલીસે રેડ દરમિયાન નગલપાલિકાના સભ્ય ઇસ્તિયાક ખલી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
આ આરોપીઓ જોડેથી પોલીસ 3 લાખ રોકડ, 19 મોબાઈલ, 2 લેપટોપ, બે બાઇક સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ કેટલા સમયથી સટ્ટો ચલાવતા હતા અને અન્ય સટ્ટાકાંડમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો