Gujarati Video: રાહુલ ગાંધી પર સી.આર.પાટીલનો પ્રહાર, કહ્યું ભારતનું અપમાન કરવાની આદત

Gujarati Video: રાહુલ ગાંધી પર સી.આર.પાટીલનો પ્રહાર, કહ્યું ભારતનું અપમાન કરવાની આદત

| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:38 AM

સી. આર. પાટીલે પ્રહાર કરતા કહ્યું હતું કે વિદેશમાં જઈ ભારતનું અપમાન કરવાની રાહુલ ગાંધીની આદત છે. તેમજ બહાર જઈ દેશનું કઈ રીતે અપમાન થાય તેવો હોય છે રાહુલ ગાંધીનો પ્રયાસ હોય છે.

Surat : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)  વિદેશમાં મોદી સરકાર પર કરેલા પ્રહારનો ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે(CR Paatil)  વળતો જવાબ આપ્યો છે. જેમાં સી. આર. પાટીલે પ્રહાર કરતા કહ્યું હતું કે વિદેશમાં જઈ ભારતનું અપમાન કરવાની રાહુલ ગાંધીની આદત છે. તેમજ બહાર જઈ દેશનું કઈ રીતે અપમાન થાય તેવો હોય છે રાહુલ ગાંધીનો પ્રયાસ હોય છે.

જો કે તેમણે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં પીએમ મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે.

ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 02, 2023 06:35 AM