Gujarati Video: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં સગીરાઓના ખોટા દસ્તાવેજ બનાવી લગ્ન કરાવવાનું ષડયંત્ર, સગીરાના પિતાએ હાઈકોર્ટમાં કરી હેબિયર્સ કોપર્સ પિટીશન

| Edited By: | Updated on: Feb 13, 2023 | 11:34 PM

Ahmedabad: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં સગીરાઓના ખોટા દસ્તાવેજ બનાવી લગ્ન કરાવવાનું ષડયંત્ર ચાલતુ હોવા મામલે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમા સગીરાઓને સુરત લઈ જઈ ખોટા દસ્તાવેજ બનાવાતા હોવાનો દાવો કરાયો છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી સગીર વયની દીકરીઓને ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. એક સગીરાના પિતાએ સમગ્ર કૌભાંડની વિગત સાથે કોર્ટમાં હેબિયસ કોપર્સ પિટિશન દાખલ કરી છે. અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓની સગીરાઓના ખોટા દસ્તાવેજ બનાવીને કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ છે.

સગીરવયની દીકરીઓને રો-રો ફેરી મારફતે સુરત લઈ જઈને ખોટા દસ્તાવેજો ઉભા કરીને લગ્ન કરાવી અપાતા હોવાનો દાવો છે. ચીફ ઓફિસર, તલાટી, નોટરી અને અન્ય અધિકારીઓની સાંઠ ગાંઠમાં આ કૌભાંડ ચાલતું હોવાનો પણ આક્ષેપ છે. જેને લઈ હાઈકોર્ટે આ કેસમાં તળાજાના PSI, સંલગ્ન ચીફ ઓફિસર અને અન્યોને નોટિસ ઈસ્યુ કરી છે. તેમજ 28 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

આ પણ વાંચો: VIDEO : ભાવનગર જિલ્લામાં ‘કોમી’ આગમાં સગીરાની હત્યા થતા રોષ, ગ્રામજનોએ હત્યારાઓનો સામાજીક બહિષ્કાર કરવાનો કર્યો સંકલ્પ ! 

આ તરફ ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામે સગીરાની હત્યા બાદ ગામમાં 2 હજારથી વધુ લોકોએ એક્ઠા થઈ શપથ લીધા છે. જેમા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હિંદુઓ પાસેથી ખરીદવાના સંકલ્પ લીધા છે. હિંદુ સમાજના આગેવાનોએ એક્ઠા થઈ સગીરાને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમા 5 દિવસ પહેલા જ કોમી રમખાણમાં 16 વર્ષિય સગીરાની હત્યા કરી દેવાઈ હતી. ઘટના બાદ વરલ ગામે ભાવનગર એલસીબી, SOG અને ડીવાયએસપીનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.