અમદાવાદ RTOમાં બોગસ પાકા લાયસન્સ કૌભાંડમાં નવો ખુલાસો, 300થી વધુ લાયસન્સ ટ્રાયલ વિના જ નીકળી ગયા

Ahmedabad News : RTOના સર્વરમાં આવા લાયસન્સનો ડેટા ન મળતા 300 લાઇસન્સ તાત્કાલીક રદ કરી દેવાયા છે. RTOના અધિકારીઓનું કહેવું છે કે, આ કૌભાંડ તાત્કાલિક પકડાશે નહીં.

અમદાવાદ RTOમાં બોગસ પાકા લાયસન્સ કૌભાંડમાં નવો ખુલાસો, 300થી વધુ લાયસન્સ ટ્રાયલ વિના જ નીકળી ગયા
RTOના બોગસ લાયસન્સ કૌભાંડમાં નવો ખુલાસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 1:28 PM

અમદાવાદમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ બોગસ પાકા લાયસન્સના કૌભાંડમાં નવો ખુલાસો થયો છે .9 બોગસ લાયસન્સની તપાસ કરાવતા ઘટસ્ફોટ થયો કે, 9 નહીં પરંતુ 300થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ RTOમાંથી ટ્રાયલ વિના જ નીકળી ગયા હતા. અમદાવાદવા સુભાષબ્રિજ RTOમાં વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ વગર 9 બોગસ પાકા લાઈસન્સ રિન્યૂ માટે આવ્યા હતા. જો કે, તેના ડેટા કે ડ્રાઈવિંગ ટેસ્ટની કોઈ વિગતો નહીં મળતા સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

કોઈ કર્મચારીની સંડોવણી હોવાની દિશામાં તપાસ શરૂ

અમદાવાદના સુભાષબ્રિજ RTOમાં વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નીકળેલા બોગસ પાકા લાયસન્સ પકડાયા હતા. જેના કારણે લાયસન્સ ઇસ્યુ કરવાની સિસ્ટમ સામે ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે. RTOના સોફ્ટવેર સાથે ચેડાં થયા હોવાથી આ કૌભાંડમાં RTOના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે તપાસમાં એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે, RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ 300થી વધુ લાઇસન્સ નીકળી ગયા હતા.

RTOના સર્વરમાં આવા લાયસન્સનો ડેટા ન મળતા 300 લાઇસન્સ તાત્કાલીક રદ કરી દેવાયા છે. RTOના અધિકારીઓનું કહેવું છે કે, આ કૌભાંડ તાત્કાલિક પકડાશે નહીં. પરંતુ લાયસન્સધારક રિન્યુઅલ માટે જ્યારે પણ આવશે, ત્યારે ખબર પડશે કે લાઇસન્સ અસલ હતું કે નહીં. જેથી RTOના અધિકારીઓએ પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ARTOએ તપાસ રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલ્યો હતો

RTOમાં બોગસ લાઈસન્સ રિન્યૂમાં આવતા તત્કાલીન ARTOએ 9 લાઇસન્સ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન લાયસન્સ ડેટા અને ડ્રાઈવિંગ ટેસ્ટના વીડિયો અમદાવાદ કે ગાંધીનગરની એક પણ આરટીઓ કચેરીમાં મળી શક્યા નહોતા.

ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી 5 લાયસન્સના ડેટા સરકારના સારથી સર્વરમાં પુશ કરાયા હતા અને 4 લાયસન્સ સારથી સર્વરમાં ટેસ્ટમાં પાસ બતાવતા હતાં, પરંતુ ડ્રાઈવિંગ ટેસ્ટની કોઈ વિગતો મળી નહોતી. જેથી પકડાયેલા 9 લાયસન્સ બોગસ હોવાનું પુરવાર થતાં ARTOએ તપાસ કરીને રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલી આપ્યો હતો. ઉચ્ચ કક્ષાએથી આદેશ બાદ ARTOએ ફરિયાદ દાખલ કરતા સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી.

RTOના સોફ્ટવેર સાથે ચેડાં

બોગસ લાયસન્સમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, વાહનના ડ્રાઈવિંગ લાયસન્સના એપ્રૂવલ માટે કેટલીક શંકાસ્પદ અરજીઓ સારથી સોફટેવરમાં ધ્યાને આવી હતી. જેની વિગતો NIC પાસેથી માગતા વાહનવ્યવહાર વિભાગની કચેરીએ ગત 25 મેના રોજ ઈ-મેઈલથી આઇપી એડ્રેસ આપ્યું હતું. જે સુભાષબ્રિજ આરટીઓ કચેરીનું નહીં પણ કોઇ ખાનગી એડ્રેસ હોવાનું જાણવા મળ્યું હતું. આથી હવે તપાસ બાદ આવા અસંખ્ય બોગસ લાયસન્સ ઝડપાઇ શકે છે. RTOના સોફ્ટવેર સાથે ચેડાં થયા હોવાથી આ કૌભાંડમાં RTOના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">