Gujarati Video: GMERS કોલેજોમાં ફી વધારાને લઇને કોંગ્રેસનો પ્રહાર, ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું તૂટશે

સોસાયટીની કોલેજમાં કરવામાં આવેલ તોતિંગ વધારો પાછો ખેંચવામાં આવે જેથી કરી ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઇંક અંશે ઓછી થાય.

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 26, 2023 | 10:41 PM

Ahmedabad : ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત કોલેજોમાં(GMERS) કરાયેલ મેડિકલ ફી વધારા ને લઈ વિરોધ જારી છે. કોંગ્રેસ(Congress)  પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને 13 વર્ષ પહેલા GMERS મેડિકલ કોલેજોની સ્થાપના સમયે કરાયેલ જાહેરાત યાદ કરાવી ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે. શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પત્ર લખી ભાવ વધારો ગરીબ વર્ગના બાળકોનું સપનું રોળશે એમ જણાવ્યું.

નાણાકીય આયોજન કેવી રીતના કરવું એ ગંભીર પ્રશ્ન બની ગયો

ફી વધારા અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે GMERS કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફી નો તોતિંગ વધારો કર્યો છે. તેના લીધે NEET ના ઊંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થીઓને GMERS કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ માટે હવે નાણાકીય આયોજન કેવી રીતના કરવું એ ગંભીર પ્રશ્ન બની ગયો છે.

સોસાયટીની કોલેજમાં કરવામાં આવેલ તોતિંગ વધારો પાછો ખેંચવામાં આવે જેથી કરી ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઇંક અંશે ઓછી થાય.

GMERS કોલેજોમાં કેટલો ફી વધારો?

રાજ્યની 13 GMERS હેઠળ ની મેડીકલ કોલેજમાં સરકારી કવોટની 75% બેઠકોમાં જૂની ફી 3.50 લાખ હતી જેની વાર્ષિક ફી માં બે લાખનો વધારો કરી 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ કવોટની 10% બેઠકોમાં અત્યાર સુધી 12 લાખ રૂપિયા ફી હતી. જેમાં 5 લાખ રૂપિયા નો વધારો કરી 17 લાખ કરવામાં આવી છે. જ્યારે NRI કવોટની ફી અત્યાર સુધી 15 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરાતા વિરોધ કરાઈ રહ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">