Gujarati Video : વાવાઝોડા બાદ કોંગ્રેસે શરૂ કર્યુ સમીક્ષા અભિયાન, થરાદમાં ગેનીબેન ઠાકોર અને જગદિશ ઠાકોરે અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત

| Edited By: | Updated on: Jun 25, 2023 | 11:32 PM

Banaskantha: બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોંગ્રેસે સમીક્ષા અભિયાન શરૂ કર્યુ છે. થરાદમાં જગદિશ ઠાકોર અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અસરગ્રસ્તોની વચ્ચે પહોંચ્યા હતા અને વાવાઝોડાએ વેરેલી નુકસાનીનો તાગ મેળવ્યો હતો.

Banaskantha: બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે અસરગ્રસ્ત જિલ્લામાં કોંગ્રેસે સમીક્ષા અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે બનાસકાંઠા અને પોરબંદરમાં કોંગ્રેસ ડેલિગેશને સમીક્ષા કરી હતી. બનાસકાંઠાના થરાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ પહોંચ્યાં હતા અને અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો : Banaskantha: ધાનેરાના જડીયા ગામે તારાજી બાદ મૃત્યુ પામેલા 27 પશુના પોસ્ટમોર્ટમ કરાયા, જુઓ Video

અસરગ્રસ્તોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવ્યો

જડિયા, ભાટીબ, વીંછીવાડી અને ચારડા સહિતના અસરગ્રસ્ત ગામમાં નુકસાની અંગે તાગ મેળવ્યો હતો. બીજી તરફ પોરબંદરમાં પણ સમુદ્રી કિનારાના તમામ ગામમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, ભીખા વાડોતરિયારી અને પાલ આંબલિયા સહિતના નેતા પહોંચ્યાં હતા અને જિલ્લામાં ક્યાં કેટલું કેવું નુકશાન થયું તેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો