Gujarati video: રાજકોટમાં 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા 6 લેન બ્રિજનું CM કરશે લોકાર્પણ, ગુજરાતનો પ્રથમ સિંગર પિયર ઓવરબ્રિજનો જુઓ Video
આ 1.2 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 90 કરોડના ખર્ચે થયો તૈયાર કરાયો છે. ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો સિંગલ પિયર ઓવરબ્રિજ ચાર વર્ષની કામગીરી બાદ તૈયાર કરાયો છે.
રાજકોટની સૌથી જટિલ ટ્રાફિક સમસ્યાનો આજે અંત આવશે. રાજ્યના મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 5 કલાકે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ ગુજરાતનો પ્રથમ સિંગલ પિયર ફ્લાયઓવર છે.
90 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ
સિંગલ પિયર એટલે કે એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં આવા ત્રણ જ બ્રિજ બન્યા છે. આ 1.2 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 90 કરોડના ખર્ચે થયો તૈયાર કરાયો છે. ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો સિંગલ પિયર ઓવરબ્રિજ ચાર વર્ષની કામગીરી બાદ તૈયાર કરાયો છે.
આ ઓવરબ્રિજ 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ અને અમદાવાદ નેશનલ હાઈ-વે એમ ત્રણ તરફ ખુલે છે. અહીંથી રોજ દોઢ લાખ વાહન ચાલકો પસાર થયા છે. ગોંડલ, જેતપુર, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા જતા વાહનોની સાથે જ શાપર ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટે પણ અહીંથી જ પસાર થવું પડે છે.
પાંચ વર્ષે ગોંડલ રોડ થયો બ્રિજ તૈયાર
રાજકોટથી ગોંડલ કે સોમનાથ તરફ જવું હોય તો ગોંડલ ચોકડી દરેક વાહનચાલક માટે માથાનો દુ:ખાવો બનતી હોય છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં બ્રિજનું કામ ચાલતું હોવાને કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો હતો. જો કે હવે આ મુશ્કેલીનો અંત આવશે.
આ બ્રિજ શરૂ થવાને કારણે અમદાવાદથી ગોંડલ સોમનાથ તરફ જવા ઈચ્છુક લોકોએ શહેરમાં પ્રવેશ નહીં કરવો પડે સીધા જ આ ઓવરબ્રિજથી તેઓ બાયપાસ થઈ શકશે. આ ઉપરાંત ઔધોગિક વિસ્તાર શાપરમાં જતા લોકો માટે પણ હવે ટ્રાફિકની કોઈ સમસ્યા નહીં રહે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે આ બ્રિજ એક પિલર પર તૈયાર કરેલો નમૂનેદાર બ્રિજ છે. આ બ્રિજને ખુલ્લો મૂકાતા લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે જ્યારે બ્રિજની નીચે સૌરાષ્ટ્રની ઝાંખી દર્શાવતું બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે.
ગુજરાતના પ્રથમ સિંગલ પિયર ફ્લાયઓવરની વિશેષતાઓ
- એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ
- ગોંડલ બાયપાસ ચોકડીનો બ્રિજ ત્રણ તરફ ખુલે છે
- બ્રિજની લંબાઈ 1.2 કિલોમીટર
- 90 કરોડના ખર્ચે બ્રિજ બનીને તૈયાર થયો
- દોઢથી બે લાખ વાહન ચાલકોને ફાયદો થશે
