AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન ડ્રાઇવ, જુઓ હરસિધ્ધિ માતા મંદિરની આસપાસથી દૂર કરાયેલા દબાણનો Viral Video

ગુજરાતના દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા અનેક બંદરો અને દરિયાઇ પટ્ટીની આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી થઈ રહ્યુ છે. જેમાં સોશિયલ મીડિયા પર હાલ દ્વારકાના હરસિધ્ધિ માતાજીના મંદિરની આસપાસથી દૂર કરવામાં આવેલા અસંખ્ય દબાણોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન ડ્રાઇવ, જુઓ હરસિધ્ધિ માતા મંદિરની આસપાસથી દૂર કરાયેલા દબાણનો Viral Video
Dwarka Demolition Drive
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:30 PM
Share

ગુજરાતના દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા અનેક બંદરો અને દરિયાઇ પટ્ટીની આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી થઈ રહ્યુ છે. જેમાં સોશિયલ મીડિયા પર હાલ દ્વારકાના હરસિધ્ધિ માતાજીના મંદિરની આસપાસથી દૂર કરવામાં આવેલા અસંખ્ય દબાણોનો વિડીયો  વાયરલ થઇ રહ્યો છે. દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે.

હર્ષદ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા

આ વખતે દ્વારકા-સોમનાથ હાઈવે ભોગાત, નાવદ્રા, અને યાત્રાધામ હર્ષદમાં કામગીરી કરવામાં આવી હતી. હરસિધ્ધિ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસની કડક સુરક્ષા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 3.70 લાખ સ્ક્વેર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે આ વિડીયો @Meghupdates નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.  જેમાં લખવામાં આવ્યું છે કે ” ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં લાખો મીટર ગેરકાયદે રીતે અતિક્રમિત જમીનને ખાલી કરવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. તેમજ આ સમગ્ર દરિયા કિનારો વિસ્તાર  સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ છે. ”

હરસિધ્ધિ માતાજીના મંદિર નજીકના આસપાસના વિસ્તારમાં હજારો ફૂટ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ કરાયું હતુ. જેમાં સંબંધિત દબાણકારોને અગાઉ નોટિસો બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ. રહેણાંક, કોમર્શિયલ, ધાર્મિક સહિત 102 જેટલા દબાણો દૂર કરાયા હતા

આ ઉપરાંત ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ વિડીયો ટ્વિટ કરવામાં  આવ્યો છે. જેમાં રાજ્ય સરકારની કામગીરીને બિરદાવાદમાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે દબાણ હટાવો કાર્યવાહી યથાવત જોવા મળી. હર્ષદ બંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તંત્રએ અત્યાર સુધીમાં 239 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતુ. જેમાં 186 રહેણાંક, 59 કોમર્શિયલ અને 4 ધાર્મિક સ્થળના દબાણ હટાવાયા હતા. રેન્જ IG, ડીવાયએસપી, મામલતદારની હાજરીમાં દબાણ હટાવોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3.95 કરોડ રૂપિયાની 8.80 લાખ ચોરસ ફૂટ જગ્યા તંત્રએ અત્યાર સુધીમાં ખાલી કરાવી છે.

800થી વધુ પોલીસકર્મીનો બંદોબસ્ત

મેગા ડિમોલિશન માટે મહેસુલ વિભાગની ટીમ સાથે સુરક્ષા જવાનોનો મોટો કાફલાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 1 એસ.પી. નિતેષકુમાર પાંડેય , 2 ડીવાયએસપી સમીર સારડા અને હાર્દિક પ્રજાપતિ, 20 પીઆઈ, 50 પીએસઆઈ, રેન્જ આઈજી વિસ્તારમાં વધુ ટુકડીઓ, એસ.આર.પી.ની ટીમ, મરીન કમાન્ડો હોમગાર્ડ, જીઆરડીના જવાનો, જીલ્લાની પોલિસ સહીત કુલ 800 જેટલા જવાનો બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સાથે મોબાઈલ વાન, ડ્રોન કેમેરા તેમજ દરીયામાં બોટની મદદથી પેટ્રોલીંગ કરવામાં આવે છે. દબાણ દુર કરવા માટે 6 હિટાચી મશીન, 3 જેસીબી મશીન , લોડર સહીતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત દ્વારકામાં હર્ષદ બંદર બાદ નાવદ્રા બંદર પર તંત્રનુ બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. નાવદ્રા બંદર અને કારગીલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી નખાયા છે. નાવદ્રા બંદરેથી 2021 માં સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ હતુ,જે બંગલામાંથી ડ્રગ્સ મળ્યુ છે તે અનવર પટેલના કરોડોના બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. દ્વારકા એસપી સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા.

આ પણ  વાંચો : Gujarati Video : કચ્છમાં ફરી પવન-કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ, માંડવી-મુન્દ્રા પંથકના ખેડૂતો ચિંતીત, જુઓ Video

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">