Gujarati video : ભૂજની ગીતા માર્કેટમાં ક્લોરિનનો સિલિન્ડર લીકેજ, ત્રણ લોકોને ગંભીર રીતે અસર, જુઓ CCTV
ઘટના અંગે ફાયર વિભાગને (Fire Department) જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર સિલિન્ડરમાંથી ક્લોરીનનું લીકેજ બંધ કર્યુ હતુ.
કચ્છમાં (Kutch) શુક્રવારના દિવસે એક ગંભીર ઘટના બની છે. કચ્છના ભૂજની (Bhuj) ગીતા માર્કેટમાં ક્લોરિનનો સિલિન્ડર લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ટ્રકમાંથી સિલિન્ડર નીચે ઉતારતા સમયે આ ઘટના બની હતી. ઘટના અંગે ફાયર વિભાગને (Fire Department) જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર સિલિન્ડરમાંથી ક્લોરીનનું લીકેજ બંધ કર્યુ હતુ. જો કે ત્યાં સુધીમાં ત્રણ લોકોને ગંભીર અસર પહોંચી હતી. જેના પગલે ત્રણેય અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મહત્વપૂર્ણ છે કે ક્લોરિન લીકેજની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો