Gujarati Video : સુરતના ઉધના વિસ્તારમાં ચીકુનું બીજ શ્વાસનળીમાં ફસાતાં બાળકનું મોત

|

May 18, 2023 | 9:56 AM

સુરતમાં શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જવાના કારણે દોઢ વર્ષીય બાળકનું મોત થઈ ગયું છે. ઘટના ઉધના વિસ્તારના કૈલાશનગરની છે. જ્યાં ઋષિ નામના બાળકને તેની માતા ચીકુ ખવડાવી રહી હતી.

સુરતમાં ( Surat ) વાલીઓ માટે વધુ એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જવાના કારણે દોઢ વર્ષીય બાળકનું મોત થઈ ગયું છે. ઘટના ઉધના વિસ્તારના કૈલાશનગરની છે. જ્યાં ઋષિ નામના બાળકને તેની માતા ચીકુ ખવડાવી રહી હતી. ચીકુ ખાધા બાદ થોડીવારમાં જ ઋષિ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તે સમયે તે મોતને ભેટી ચૂક્યો હતો.

આ પણ વાંચો : Surat: માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! 4 વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયો નટ બોલ્ટ, જુઓ Video

ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. એક સામાન્ય બેદરકારી પણ કેટલી ગંભીર સાબિત થઈ શકે છે તેનું આ વરવું ઉદાહરણ છે. જો ઋષિની માતાએ તેને ચીકુ ખવડાવતી વખતે બીજ કાઢી લીધુ હોત તો કદાચ આજે પરિવારને આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. જો માતાએ બેદરકારી ન દાખવી હોત તો ઋષિ બચી શક્યો હોત.

સુરતમાં 4 વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયો હતો નટ બોલ્ટ

તો બીજી તરફ ગઈકાલે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘરમાં રમતી વેળાએ એક બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો. જેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો હતો. બાળકને લઈ પરિવાર તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. અહી એક્સ રે કરાવતા બોલ્ટ અન્નનળીમાં ફસાયો હોવાનું સામે આવ્યુ હતુ.મળતી માહિતી અનુસાર સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ઈમરાન શેખ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો 4 વર્ષીય પુત્ર નોમાન ઘરમાં રમી રહ્યો હતો.

( વીથ ઈનપુટ – બળદેવ સુથાર )

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video