Gujarati Video : ભરૂચના ગાંધીબજારમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું, પાલિકાતંત્ર સામે સ્થાનિકોમાં રોષ

| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:02 AM

Bharuch : ભરૂચના ચાર રસ્તા ગાંધીબજારમાં ખુલ્લી ગટરમાં કિશોર ખાબકતા દોડધામ મચી ગઈ હતી. વરસાદ બાદ રસ્તા ઉપરત પાણી ફરી વળતા ખુલ્લી ગટર નજરે ઓડી રહી ન હતી. બાળક આ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ખુલ્લી ગટર નજરે ન પડતા તે ગટરમાં ખાબક્યો હતો.

Bharuch : ભરૂચના ચાર રસ્તા ગાંધીબજારમાં ખુલ્લી ગટરમાં કિશોર ખાબકતા દોડધામ મચી ગઈ હતી. વરસાદ (Rain) બાદ રસ્તા ઉપરત પાણી ફરી વળતા ખુલ્લી ગટર(open drainage) નજરે ઓડી રહી ન હતી. બાળક આ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ખુલ્લી ગટર નજરે ન પડતા તે ગટરમાં ખાબક્યો હતો. સદનશીબે નજીમાં ઉભેલા લોકો તેને તાત્કાલિક બહાર કાઢી લેતા બાળકનો બચાવ થયો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી સામે રોષ જોવા મળ્યો છે.

એક  દિવસ અગાઉ વરસાદમાં જંબુસરના કરેલી  જવાથી મૃત્યુ પામવાની ઘટના બાદ વરસાદી પાણીના પ્રવાહમાં  જોખમમાં મુકાવાની ઘટના સામે આવી હતી. ભરૂચનો ચાર રસ્તા ગાંધીબજાર વિસ્તાર અતિવ્યસ્ત રહે છે. રવિવારે અહીં બજાર ભરાતું હોવાથી લોકોનું અવર -જ્વર વધુ રહેતી હોય છે. રવિવારે આ બજારમાંથી પસાર થતું એક બાળક અચાનક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું.

આ વિસ્તારમાંથી ભરૂચ શહરના મોટાભાગના વિસ્તારોનું વરસાદી પાણી પસાર થઈ નર્મદા નદી તરફ જાય છે. ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન અહીં ધસમસતો પ્રવાહ નજરે પડવો જાણે સામાન્ય બાબત બની જાય છે. પાણીના ઝડપી નિકાલ માટે ગટરો ખુલ્લી કરી દેવાઈ છે. આ વિસ્તરામાં વરસાદના પાણીના કારણે રસ્તા નજરે પડતા ન  તેમાંથી પસાર થતા બાળકને ખુલ્લી ગટર નજરે પડી ન હતી.

બાળક રસ્તા ઉપરથી પસાર થતી વેળા અચાનક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. આસપાસ ઉભેલા લોકોની નજર બાળક ઉપર પડતા તેને તાત્કાલિક બજાર બચાવ થયો છે. સ્થાનિકોએ પાણીના નિકાલ માટે ગટરો ખુલ્લી રાખવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.