Gujarati Video : દાહોદના દેવગઢ બારિયામાં ટેન્કરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
દાહોદના દેવગઢ બારિયામાં ટેન્કરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.બાતમીને આધારે દેવગઢ બારિયાના પંચેલા ગામ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે પાંચ શખ્સોને ઝડપી પાડ્યાં છે.. આરોપી પંકજ ભરવાડ, ઘનશ્યામ પરમાર, માખનસિંહ ઓડિયા, કદીરખાન શેખ અને રમજાનઅલી સૈયદની પોલીસે ધરપકડ કરી છે.
દાહોદના દેવગઢ બારિયામાં ટેન્કરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.બાતમીને આધારે દેવગઢ બારિયાના પંચેલા ગામ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે પાંચ શખ્સોને ઝડપી પાડ્યાં છે.. આરોપી પંકજ ભરવાડ, ઘનશ્યામ પરમાર, માખનસિંહ ઓડિયા, કદીરખાન શેખ અને રમજાનઅલી સૈયદની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ટેન્કર સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાડી માલિક સહિત ચાર આરોપીને વોન્ટેડ જાહેર
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીપલોદ ગામનો આરોપી ટેન્કરના ડ્રાઇવર અને માલિકોને રૂપિયાની લાલચ આપતો હતો અને ત્યારબાદ લોકોના જીવના જોખમે ટેન્કરમાંથી ગેસનું અન્ય ટેમ્પાની ટાંકીમાં ખાલી કરી વેચાણ કરતો હતો.હાલ પોલીસે ગાડી માલિક સહિત ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gujarati Video: હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મબલખ આવક, 1 મણ મરચાંના 1700થી 5500 ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
