Ambaji ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં અઢી લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે.રાજ્યના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મહોત્સવને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન ગબ્બર તળેટી ખાતે મહાશક્તિ યજ્ઞ, ચામર યાત્રા, જ્યોત યાત્રા સહિત ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે.રાજ્યના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મહોત્સવને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન ગબ્બર તળેટી ખાતે મહાશક્તિ યજ્ઞ, ચામર યાત્રા, જ્યોત યાત્રા સહિત ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પાંચ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં અઢી લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે.
51 શક્તિપીઠના દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી
આ મહોત્સવમાં આવતા માતાજીના ભક્તો માટે STબસની ટિકિટમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. ગબ્બર તળેટીની આસપાસ 2.5 કિલોમીટરના પરિક્રમા રૂટમાં 51 શક્તિપીઠના દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. વિશ્વમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક જ સ્થળે દર્શનની સુવિધા ઉપલબ્ધ છે.
51 શક્તિ પીઠ પર યોજાશે ચામર યાત્રા
જય ભોલે ગ્રૃપના દીપેશભાઈ બી પટેલ અને અન્ય સભ્યો માં અંબાના ચરણમાં ચામર અર્પણ કરીને 51 શક્તિ પીઠ પર ચામર યાત્રા કરશે. શિવમહાપુરાણમાં દર્શાવ્યા અનુસાર સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી.
આ પણ વાંચો : પોરબંદરના બખરલા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો, 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
