Gujarati Video : ધોરાજીની ફોફળ નદી બે કાંઠે, 10 ગામોને જોડતો કોઝ-વે બંધ કરાયો
ફોફળ ડેમ ઓવરફલો થતાં દૂધીવતર ગામ નદી નજીક ફોફળ નદી બે કાંઠે વહી રહી છે. જેના લીધે 10 ગામોને જોડતો કોઝ- વે બંધ કર્યો છે. દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે. તેમજ આ અંગે તંત્રને ઊંચો બ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી છે
Rajkot : ગુજરાતમાં(Gujarat) વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લાઓની નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે. જેમાં રાજકોટ ધોરાજીનો ફોફળ ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે. તેમજ 10 ગામને જોડતા કોઝ વે પર ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરાજી શહેર સહિત 52 ગામની પાણીની સમસ્યા દૂર કરવામાં આવી છે. જેમાં ફોફળ ડેમમાં હાલ 8 હજાર ક્યુસેકની આવક અને જાવક નોંધાઈ છે.
આ પણ વાંચો : Ahmedabad : અમરાઈવાડી અકસ્માત કેસમાં ડમ્પર ચાલકની અટકાયત, માલિક ભૂર્ગભમાં
જ્યારે ફોફળ ડેમ ઓવરફલો થતાં દૂધીવતર ગામ નદી નજીક ફોફળ નદી બે કાંઠે વહી રહી છે. જેના લીધે 10 ગામોને જોડતો કોઝ- વે બંધ કર્યો છે. દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે. તેમજ આ અંગે તંત્રને ઊંચો બ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી છે.