Gujarati Video : હીરા દલાલ પ્રદીપ ધામેલિયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
પેકેટમાંથી હીરા કાઢી લીધા હતા અને અંદર ચણા દાળ, ખાંડ, માટી ભરી દીધા હતા..પછી હીરાના પેકેટને સીલ બંધ કરી વેપારી સાથે સોદો નક્કી કર્યો હતો અને પેકેટ આપી દીધું હતું. અગાઉ પણ દલાલે બે પેકેટમાંથી 21 લાખના હીરા કાઢીને તેની જગ્યાએ ચણાની દાળ, ખાંડ અને માટી ભરી દીધી હતી
સુરતમાં(Surat)હીરા (Diamond) કાઢીને ખાંડ, માટી અને ચણા દાળ મૂકનાર દલાલ સામે વધુ 1 ગુનો નોંધાયો છે. કતારગામના હીરા દલાલ પ્રદીપ ધામેલિયા સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે 9 લાખના 38 કેરેટ હીરા લઈને ફરાર થઈ ગયો હતો. કતારગામની સત્યમ સોસાયટીમાં રહેતા પ્રદીપ ધામેલિયા એક પાર્ટીને હીરા બતાવવા લઈ ગયો હતો.
આ દરમિયાન તેણે પેકેટમાંથી હીરા કાઢી લીધા હતા અને અંદર ચણા દાળ, ખાંડ, માટી ભરી દીધા હતા.પછી હીરાના પેકેટને સીલ બંધ કરી વેપારી સાથે સોદો નક્કી કર્યો હતો અને પેકેટ આપી દીધું હતું. અગાઉ પણ દલાલે બે પેકેટમાંથી 21 લાખના હીરા કાઢીને તેની જગ્યાએ ચણાની દાળ, ખાંડ અને માટી ભરી દીધી હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
