Gujarati video: BMW હિટ એન્ડ રન કેસ: સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી આવી સામે, અન્ય એક કારમાંથી મળી આવી છરી, જુઓ Video

Gujarati video: BMW હિટ એન્ડ રન કેસ: સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી આવી સામે, અન્ય એક કારમાંથી મળી આવી છરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 3:24 PM

દંપતીને ઇજાગ્રસ્ત કરીને ભૂર્ગભમાં ઉતરી ગયેલા સત્યમ શર્મા મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે. સત્યમ શર્મા સામે 16 ડિસેમ્બર 2022ના રોજ મારામારીનો ગુનો નોંધાયો હતો. તેણે એક પાન પાર્લરમાં મારામારી કરીને તોડફોડ કરી હતી.

અમદાવાદ ચકચારી BMW હિટ એન્ડ રનનો કેસ આરોપી સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી આવી ગઈ છે. પુરૂપાટ કાર દોડાવવાનો શોખીન સત્યમ ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલો છે અને તે કુલ 4 ગુનામાં સંકળાયેલો હોવાનું માલૂમ પડ્યું છે.

દંપતીને ઇજાગ્રસ્ત કરીને ભૂર્ગભમાં ઉતરી ગયેલા સત્યમ શર્મા મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે. સત્યમ શર્મા સામે 16 ડિસેમ્બર 2022ના રોજ મારામારીનો ગુનો નોંધાયો હતો. તેણે એક પાન પાર્લરમાં મારામારી કરીને તોડફોડ કરી હતી.

હિટ એન્ડ રનની ઘટના બાદ સત્યમ સામે અન્ય બે ગુના પણ દાખલ થયા છે. તેની કારમાંથી દારૂ મળી આવતા પ્રોહિબિશન અંગેનો ગુનો પણ નોંધાયો છે અને હવે કારમાંથી છરી મળી આવતા હથિયાર અંગેનો ગુનો પણ નોંધાયો છે. નોંધનીય છે કે સત્યમ શર્મા છેલ્લું લોકેશન સોલા કેનાલ રોડ પર નિલ એપાર્ટમેન્ટ આવે છે.

પિતા કરી રહ્યા છે દીકરો નિર્દોષ હોવાનું રટણ

અમદાવાદના એસજી હાઈવે ઉપર ગત રોજ થયેલા BMW હિટ એન્ડ રન કેસમાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર આજે ઘરે પરત ફર્યો છે. ત્યારે સત્યમ શર્માના પિતા ક્રિષ્ના શર્માએ ટીવી9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ સત્યમ સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ તે ઘટના બની તે દિવસે સત્યમ સાથે વાત થઈ હતી કે તું ક્યાં છે તેમ કડકાઈથી પૂછતા તેણે ફોન જ બંધ કરી દીધો હતો.

તેના પિતાએ કહ્યું હતું કે ઘટના બની તે રાત્રે 10: 30 વાગ્યે સત્યમ સાથે વાત થઈ હતી, ત્યાર બાદ સતત તેનો ફોન સ્વીચ ઓફ જ આવે છે. હાલ તો સત્યમ સાથે કોઈ સંપર્ક નથી. તે અંગે અમે પોલીસને જાણ કરેલી જ છે.

g clip-path="url(#clip0_868_265)">