Chhota Udepur: છોટાઉદેપુરના નસવાડીમાંથી જે જુગારધામ ઝડપાયુ છે તેને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે અને જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નસવાડીના આનંદપુરી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડા કર્યા હતા. જેમા ભાજપના નેતા સાદિક રાઠોડ જુગારનો અડ્ડો ચલાવતા ઝડપાયા છે. પોલીસે તેમની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ દરોડા દરમિયાન નર્મદા જિલ્લા ભાજપના લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ સાદિક રાઠોડ જુગારના અડ્ડાના માલિક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં સાદિક રાઠોડની નર્મદા સુરક્ષા સેતુ સોસાયટીમાં બિન સરકારી સભ્ય તરીકે નિમણૂંક થઈ હતી.
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો