Gujarati Video: બનાસકાંઠાનું થરા બસ સ્ટેન્ડ બન્યુ અસામાજિક તત્વોનો અડ્ડો, દારૂની બોટલ અને દારૂની પોટલીઓ ફેંકી જતા હોવાનો આક્ષેપ

Gujarati Video: બનાસકાંઠાનું થરા બસ સ્ટેન્ડ બન્યુ અસામાજિક તત્વોનો અડ્ડો, દારૂની બોટલ અને દારૂની પોટલીઓ ફેંકી જતા હોવાનો આક્ષેપ

| Edited By: | Updated on: May 20, 2023 | 9:56 PM

Banaskantha: બનાસકાંઠાનું થરા બસસ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. અસામાજિક તત્વો બસસ્ટેન્ડમાં દારૂની બોટલો અને દારૂની થેલીઓ ફેંકી જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

બનાસકાંઠાના થરા બસસ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. રાત્રિના સમયે બસ સ્ટેન્ડ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે તેવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં દારૂની બોટલો અને દારૂની થેલીઓ ફેંકી જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કોલેજની યુવતીઓ બસ સ્ટેન્ડમાં આવે ત્યારે અસામાજિક તત્વો બાઈક અને કાર લઈને આજુબાજુમાં આંટાફેરા કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. જેને લઈને એસટી ડેપો મેનેજરે પોલીસ મથકે અરજી આપી છે. અસામાજિક તત્વોના ત્રાસને ડામવા ડેપો મેનેજરો પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે.

આ પણ વાંચો: Banaskantha: સીપુ ડેમ કોરો ધાકોર થયો , 20 ગામોની હાલત કફોડી

આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ડીસાના રાણપુર પાસે બનાસ નદીમાંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 20, 2023 09:51 PM