Gujarati Video : બનાસકાંઠાના એડાલ ગામના ખેડૂતોની કફોડી સ્થિતિ, 17 જૂને પડેલા વરસાદ બાદ ખેતરોમાં નથી વીજળી

| Edited By: | Updated on: Jun 22, 2023 | 10:55 PM

Banaskantha: ધાનેરા તાલુકાના એડાલ ગામમાં ખેડૂતોની કફોડી સ્થિતિ છે. 17 જૂને પડેલા વરસાદ બાદ ખેતરોમાં વીજળી નથી. વીજળી ન હોવાથી ખેડૂતોને પીવાનુ પાણી પણ મળી નથી રહ્યુ અને 400 જેટલા ખેડૂતોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે.

બનાસકાંઠામાં વરસાદ પડ્યા પછીની સ્થિતિ કેટલી કફોડી છે, તે ધાનેરા તાલુકાના એડાલ ગામના લોકોને જોઈને અંદાજ આવશે. 17 જૂનના રોજ પડેલા વરસાદ બાદ ખેતરોમાં વીજળી નથી. વીજળી નહીં હોવાથી પીવાના પાણી માટે ખેડૂત પરિવારની હાલત દયનીય છે.. એડાલ ગામમાં વસતા 400થી વધુ ખેડૂતો ખેતરોમાં જ વસવાટ કરે છે.. વીજળી નહીં હોવાથી પીવાના પાણી માટે વરસાદી પાણીનો સહારો લેવો પડ્યો છે. વરસાદને કારણે ખાડામાં ભરાયેલા પાણીનો ઉપયોગ પીવા માટે કરવા લોકો મજબૂર બન્યા છે. એડાલ ગામ બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે આવેલું ગામ છે. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને કારણે આ ગામની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે.

આ પણ વાંચો :  Banaskantha : રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ખેતરોમાં ફરી વળ્યા પાણી, ખેડૂતોને ભારે નુકસાન

વરસાદ અને વાવાઝોડા બાદ પણ સ્થિતિ સુધરી નથી. ખેડૂત પરિવારો વીજળી વગર પાણી વિના મુશ્કેલી વેઠી રહ્યા છે. વરસાદી ખાડામાં ભરાયેલા ગંદા પાણીથી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગંદા પાણીથી લોકો બિમાર પડશે તો જવાબદાર કોણ? બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે આવેલા એડાલ ગામના લોકોની એક જ માગ છે કે તેમની વીજળી ઝડપથી શરૂ કરવામાં આવે જેથી ખેડૂત પરિવારોની મુશ્કેલી દૂર થાય.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો