બનાસકાંઠાના ડીસામાં જૂથ અથડામણ, એક જ કોમના લોકો વચ્ચે નજીવી બાબતે મારામારી, જુઓ video

બનાસકાંઠાના ડીસામાં જૂથ અથડામણ, એક જ કોમના લોકો વચ્ચે નજીવી બાબતે મારામારી, જુઓ video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 11:59 AM

ડીસાના ઇન્દિરા નગર-ધોળીયાકોટ વિસ્તારમાં નજીવી બાબતે એક જ કોમના લોકો વચ્ચે મારામારી થઈ હતી. પથ્થરો અને ધોકા વડે મારામારી કરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Banaskantha: બનાસકાંઠાના ડીસામાં (Deesa) જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ડીસાના ઇન્દિરા નગર-ધોળીયાકોટ વિસ્તારમાં નજીવી બાબતે એક જ કોમના લોકો વચ્ચે મારામારી થઈ હતી. પથ્થરો અને ધોકા વડે મારામારી કરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 70થી 80 લોકોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નાના બાળકોથી લઈ મોટા લોકો વચ્ચે પથ્થરો અને ધોકા વડે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો Gujarati Video : નડાબેટ વિસ્તારમાં પણ વાવાઝોડાથી ભારે નુકસાન, બોર્ડર- દર્શન પ્રવાસીઓ માટે બંધ

ડીસામાં જૂથ અથડામણની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે 70થી 80 લોકો એકબીજા સામે પથ્થરમારો કરી રહ્યા છે. જેમાં નાના બાળકોથી લઈ મોટા લોકો સામેલ છે. આ લોકો પથ્થરો અને ધોકા વડે મારામારી કરતા વીડિયોમાં જોવા મળે છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">